Home Crime કુકમાના સરપંચ પુત્ર,તલાટી સહિત ૩ ACB ના સાણસામાં ! ૨ લાખની લાંચમાં....

કુકમાના સરપંચ પુત્ર,તલાટી સહિત ૩ ACB ના સાણસામાં ! ૨ લાખની લાંચમાં. હવે શું નવાજૂની થશે ?

4176
SHARE

કુકમા ગામ ફરી લાંચના મામલે ચર્ચામાં આવ્યું છે એક સમય હતો જ્યારે ગામના વિકાસ અને કરેલા અનોખા કાર્ય ને કારણે ગામ ચર્ચામાં રહેતું જો કે ૨૦૨૧ માં સરપંચ સહિતના લોકો ૪ લાખ ની લાંચ ને મામલે પકડાયા બાદ સતત ગામમા આવી બાબતો ને લઇ કોઈ ને કોઈ કિસ્સા સામે આવી રહ્યા છે
તાજેતરમાંજ કુકમા ના ફાયર અધિકારી નો મામલો સામે આવ્યો હતો.ત્યારે એ.સી.બી. એ ફરી એજ ગામમા સફળ ટ્રેપ કેસ કરી છે. એક જાગૃત નાગરીકની ફરિયાદના આધારે (૧) વાઘસિંહ તેજસિંહ વાધેલા તલાટી કમ મંત્રી, કુકમા જૂથ ગ્રામ પંચાયત, વર્ગ-૦૩, (૨) ઉત્તમ શિવલાલ રાઠોડ, સભ્ય-કુકમા જૂથ ગ્રામ પંચાયત, ગામ-કુકમા તથા નિરવ વિજય પરમાર ધંધો.વેપાર, શિવસાગર નાસ્તા સેન્ટર(દાબેલી લારી) વાળા ને બે લાખ ની લાંચ લેતા ઝડપી પાડયો છે ફરીયાદીએ કુકમા સ્થિત મકાનની આકારણી દાખલ કરાવા માટે તલાટી તથા પંચાયત સભ્યનો સંપર્ક કરેલો જેમાં ફીરયાદી પાસે આ કામ કરી આપવા માટે રૂપીયા ૪,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી હતી તે પેટે એડવાન્સમાં પચાસ ટકા લેખે રૂા.૨,૦૦,૦૦૦/- આપવાનો વાયદો કરી ફરિયાદી એ એસીબી નો સંપર્ક કરેલ જેમાં તલાટી અને સભ્ય વતી લાંચ ની રકમ લેતા નિરવ પરમાર ઝડપાઈ ગયો હતો સાથે તલાટી વાઘસિંહ વાઘેલા પણ ઝડપાઈ ગયો હતો એસીબીના અધિકારી એલ.એસ.ચૌધરીએ સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલની આગેવાની માં આ સફળ કામગીરી કરી હતી.
આ મુદા તપાસમાં મહત્વના રહેશે !
હાલ આ મામલે તલાટી તથા વચેટિયો ઝડપાઈ ગયા છે પરંતુ પંચાયત સભ્ય અને સરપંચ પુત્ર ઉત્તમ શિવલાલ રાઠોડ હજુ પકડમાં આવ્યો નથી ત્યારે ખરેખર સભ્ય જ આ મામલે સામેલ છે કે પછી સરપંચ ની સંડોવણી અંગે પણ કોઈ કડી મળે છે અગાઉ સરપંચ વતી લાંચના મામલે પોલીસે સરપંચ સામે પણ કાર્યવાહી કરી હતી ત્યારે આ મામલા માં સરપંચ ની સંડોવણી સામે આવે છે કે નહિ તપાસ બાદ સામે આવશે હાલ સરપંચ ની ભૂમિકા અને કોઈ મહત્વની કડી મળી ન હોવાનુ સપાટી પર આવ્યું છે તો બીજી તરફ જે તલાટી આ મામલે લાંચમાં સપડાયો છે તેની અપ્રમાણસર મિલકત ની તપાસ મહત્વની રહેશે કેમકે કચ્છ ઉપરાંત અમદાવાદ માં પણ તલાટી એ મિલકતો ઊભી કરી હોવાની વિગતો લોક મુખે ચર્ચાઈ રહી છે સાથે અગાઉ આ લોકો એ આકારણી માટે કેટલા મામલા માં આવી રીતે આર્થિક વ્યવહાર કર્યો છે. તે પણ તપાસ જરૂરી છે કેમકે મોટા ભાગના કિસ્સામાં આવું થાય છે પણ ફરિયાદ માટે લોકો આગળ ન આવતા આવા મામલા સામે આવતા નથી ત્યારે જોવું રહ્યું તપાસ અધિકારી ઓ આ મામલે કેટલા ઊંડા ઉતરી શકે છે.
કુકમા અને લાંચના આ મામલા ચર્ચામાં
કુકમા માં અગાઉ પણ લાંચના કિસ્સા બન્યા છે સાથે અન્ય કિસ્સામાં કુકમા ગામ કેન્દ્રમાં રહ્યું છે. ગત તારીખ ૧૨.૦૮.૨૦૨૧ ના રોજ પણ એક કંપનીના ફરીયાદી પાસે કુકમા ગામના તત્કાલીન સરપંચ
(૧)કંકુબેન અમરત મારવાડા
સરપંચ-કુકમા જુથ પંચાયત , તા-ભૂજ
જી-ભૂજ.(2)અમૃત બેચર મારવાડા , સરપંચના પતિ તથા ગ્રામ પંચાયત સભ્ય તથા અન્ય બીજા (૨) થઈ કુલ (૪)આરોપીઓએ ઔઘોગીક બાંઘકામ કરવા માટે ગ્રામ પંચાયતની આકારણી તથા બાંઘકામ મંજૂરી કરી આપવા અને કંપની વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહી કરવા ૪,૦૦,૦૦૦/- ની લાંચ લેતા પકડાઈ ગયા હતા નોંધપાત્ર છે કે આ સરપંચ પતીના કુટુંબી અનીલકુમાર બેચરભાઈ મારુ ઈ.ચા ફાયર ઓફીસર ને રાજકોટ એસીબી દ્વારા ફાયર એનઓસી આપવા માટે ૧,૮૦,૦૦૦/- લેતા ગત ૧૨/૮/૨૪ ના રોજ પકડી પાડવામાં આવેલ જે પણ કુકમા ગામના છે અને હવે આ મામલો સામે આવ્યો છે. કુકમા ગામ ની આજુબાજુ નો વિસ્તાર વિકસીત થઈ રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા લાંચના આ મામલા ચર્ચાસ્પદ બન્યા છે અને જો પંચાયત કક્ષા એ આવડો ભ્રષ્ટાચાર થતો હોય તો ઉપરકક્ષા એ શું સ્થિતિ હશે તે વિચારતા કરી મૂકે તેવી બાબત છે.!