Home Crime છાડુરા નજીક હોટલમાં તોડફોડ !જો કે પોલીસ ચોપડો હજુ કોરો,જુઓ વિડીયો

છાડુરા નજીક હોટલમાં તોડફોડ !જો કે પોલીસ ચોપડો હજુ કોરો,જુઓ વિડીયો

5589
SHARE
સોસીયલ મડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં તોડફોડનુ કારણ દારૂની બદ્દી બતાવાઇ જો કે પોલીસ કહે છે. અગાઉ થયેલી મગજમારી કારણભુત જો કે મોટી સંખ્યામાં મહિલાઓએ કરેલી સામહીક તોડફોડ મામલે હજુ ફરીયાદ નહી
કચ્છમાં એસપીની ગેરહાજરીનો મુદ્દો હાલ ચર્ચામાં છે. તે વચ્ચે પ્રબુધ્ધ નાગરીકો કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે અબડાસાના છાડુરા નજીક આવેલી એક હોટલમાં ભારે તોડફોડનો એક વિડીયો સામે આવ્યો છે. હોટલ નલિયા વાયોર રડો નજીક છાડુરા રામપર રોડ વચ્ચે આવેલી છે. જો કે આ મામલે હજુ પોલીસમાં કોઇ ફરીયાદ કે નોંધ થઇ નથી પરંતુ સોસીયલ મિડીયામાં વાયરલ થયેલા આ વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હોટલમાં તોડફોડ મચાવે છે. સાથે વસ્તુઓને આગ ચાંપે છે. જો કે સોસીયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં આ તોડફોડ માટે દારૂનુ દુષણ જવાબદાર હોવાનુ કહેવાયુ છે. પરંતુ આ મામલે જવાબદાર અધિકારી એવા નલિયાના પીઆઇ બારોટનો સંપર્ક કરતા તેઓએ દારૂ મુદ્દે નહી પરંતુ થોડા દિવસ પહેલા તેમના વચ્ચે ઝધડાને કારણભુત ગણાવ્યો હતો.જો કે હજુ સુધી કોઇ ફરીયાદ માટે આગળ ન આવ્યુ હોવાથી ફરીયાદ નોંધાઇ નથી તેવુ ઉમેર્યુ હતુ જો કે આવી ધટના બની હોવાની વાતને તેઓએ સમર્થન આપ્યુ હતુ હવે પ્રશ્ન એ છે. કે જાહેરમાં જ્યારે આવી તોડફોડ સહિતની પ્રવૃતિ થઇ હોય ત્યારે પોલીસ આ મામલે શુ પગલા લે છે. ધટના જે કારણસર બની હોય તે પરંત આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો એકઠા થઇ તોડફોડ સહિતની પ્રવૃતિ કરતા હોય ત્યારે પોલીસે જાતે આ મામલે તપાસ કરવી જોઇએ તે જરૂરી છે. જો કે પોલીસની ધાક સામે આ વિડીયો ધણા સવાલો ઉભા કરે છે.ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ મામલે જરૂરી તપાસ સાથે કાર્યવાહી કરે તે જરૂરી
જુવો વિડીયો