મુળ કચ્છના અને વર્ષોથી કેન્યા સ્થાયી થયેલા હશુ ભુડિયાએ કરેલા સેવા કાર્યો અને દાનવીરી કચ્છના લોકો તો યાદ કરશે જ પરંતુ ઐતિહાસીક કહી શકાય તે રીતે કેન્યા પાર્લામેન્ટ હસુ ભુડિયાને દેશના પિતા સમાન ગણાવી સંસદમાં તેના નિધનથી શોક ઠરાવ પસાર કરી તેની સેવાને બિરદાવી હતી આફ્રિકામાં રાષ્ટ્રીય માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા કચ્છી
કચ્છની હજારો દિકરીઓની આંખો હજુ પણ ભીની છે. કેમકે કન્યા શિક્ષણ માટે માતબર કરોડો રૂપીયાના દાન સાથે તેમના પ્રત્યે કચ્છી દાનવીરે દર્શાવેલા ભાવની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી કેમકે 150 કરોડ રૂપીયાનુ દાન જાહેર કરવુ એ કોઇ નાની વાત નથી. જો કે હસુભાઇના નિધનથી કચ્છ સાથે કેન્યાને પણ મોટી ખોટ પડી હતી. તેવામાં તેમના નિધન અને અંતિમક્રિયા વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા સાથે અંત્યેષ્ઠીમાં યુગાન્ડા-કેન્યા બબ્બે રાષ્ટ્રધ્યક્ષ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી ત્યારે હવે મૂળ કચ્છના ઉદ્યોગપતિ હસમુખ કાનજી ભુડિયાના કાર્યોને બિરદાવતો ઠરાવ કેન્યાની સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો ગત ૨૯/૮ના તેઓનું મોમ્બાસા ખાતે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું.
કેન્યાના સાંસદે કહ્યુ હસુ પિતા સમાન !
કેન્યા રાષ્ટ્રની સંસદમાં મોમ્બાસા વિસ્તારના સાંસદે ઠરાવમાં કરતાં કહ્યું કે: હસુના પિતા સ્વર્ગસ્થ કાનજી પટેલ કેન્યાના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદકોમાંના એક-મોમ્બાસા સિમેન્ટના સ્થાપક હતા. કેન્યામાં કોરુગેટર્સ શિટ લિમિટેડના ડિરેક્ટર પણ હતા અને તેમની મુખ્ય ઓફિસ કીલીફી મતવિસ્તારમાં હતી, ટોરોરો સિમેન્ટ, જે યુગાન્ડામાં સ્થિત છે. હસમુખ પટેલના અવસાનથી કેન્યાના લોકોને,ખાસ કરીને દરિયાકાંઠે અને પૂર્વીય પ્રદેશના લોકોને મોટી ખોટ પડી છે, જ્યાં તેમણે એક એવા વ્યવસાયનું સંચાલન કર્યું હતું કે જેઓ તેમના જીવન દરમિયાન કાઉન્ટી અને સમગ્ર દેશમાં યોગદાન આપે છે તે હંમેશા માટે અમૂલ્ય રહેશે.હસમુખ પટેલ એક કુશળ ઉદ્યોગપતિ અને પરોપકારી હતા. તેમના ફાઉન્ડેશન દ્વારા, હસમુખ પટેલે શિષ્યવૃત્તિ સાથે દેશભરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો; તેમણે અનેક ઉદ્યોગોમાં વિવિધ સખાવતી કાર્યોને પણ પ્રાયોજિત કર્યા છે. એક પરોપકારી તરીકે, હસમુખ પટેલ પર્યાવરણીય સંરક્ષણ જેમાં સૌથી નોંધપાત્ર એક પહેલ છે જ્યાં તેમણે મોમ્બાસામાં કિબરાની ડમ્પ સાઇટને પાર્કમાં રૂપાંતરિત કરવામાં સમર્થન આપ્યું હતું. તેમણે હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને વંચિત સમુદાયો માટે આરોગ્ય સંભાળની પહોંચને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપીને આરોગ્ય ક્ષેત્રમાં પણ યોગદાન આપ્યું છે, તેમના પ્રયત્નો માટે પટેલને 2021 માં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો, અને કેન્યા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કચ્છ-કેન્યાને મોટી ખોટ પડી
વધુમાં તેમણે કહ્યુ કે તેમનું નિધન માત્ર તેમના પરિવારજનો, રહેવાસીઓ અને મોમ્બાસા કાઉન્ટી માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે કાળી ક્ષણ બનાવે છે. કેન્યાએ એક દયાળુ લોક સેવક, મહેનતુ નેતા અને કેન્યાના સાચા પુત્રને ગુમાવ્યો છે, જેણે ખૂબ હિંમત,મક્કમતા અને માનવતામાં માનતા હતા કેન્યન લોકો માટે હસુભાઈએ બધું જ આપવાનો પ્રયાસ કર્યો હતો. દેશના રહેવાસીઓની સુખાકારીને બહેતર બનાવવા માટે તેઓ હંમેશા કાઉન્ટીના રાષ્ટ્રીય નેતાઓનો સંપર્ક કરતાં રહ્યા હતા.હસમુખ પટેલના પરિવાર, મોમ્બાસા કાઉન્ટીના સમગ્ર બિરાદરો, તેમના મિત્રો અને સમગ્ર દેશને પિતા સમાન પરિવર્તનશીલ નેતાની ખોટ બદલ મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.સ્વર્ગસ્થ હસમુખ પટેલના આત્માને શાશ્વત શાંતિ મળે. એમ કહેતા પાર્લામેન્ટે એક મિનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલિ આપી હતી તે એક કચ્છી ભારતીય માટે વિરલ ઘટના હતી.આવું માન મેળવનાર હસુભાઈ પ્રથમ ભારતીય બન્યા હતા અને કચ્છી-ગુજરાતીઓના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ આલેખાયું હતું. કેન્યા સંસદે તેમના પુત્રો ધ્રુવ, કિર્તન, દર્શક અને ધર્મપત્ની પુષ્પાબેન પ્રત્યે દિલસોજી પાઠવી હતી. તો હસુભાઈના વૈશ્વિક સેવા કાર્યો, દાન અને માનવતાની ચિર સ્મૃતિ રૂપે માદરે વતન કચ્છમાં કાયમી સ્મૃતિની સ્થાપના કરાશે તેવું ભુજ લેવા પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલ માવજી ગોરસિયાએ કહ્યું તેમના દ્વારા ભુજમાં ૪૭ એકરમાં સ્થપાયેલા નુતન શૈક્ષણિક સંકુલમાં વિશાળ પ્રતિમા સાથે એક ખાસ સ્મૃતિ કક્ષ કે જેમાં હસુભાઈના સેવાકાર્યો જીવન-કવન વિષે સર્જન કરાશે જે તેના પુત્ર – પરિવાર સાથે સંકલન કરી આખરી ઓપ અપાશે. જુઓ કેન્યા સંસદમાં શુ થયુ વિડીયોમાં 👇🏻