સરહદી જીલ્લા કચ્છનુ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વ કેટલુ છે તે સમજાવવાની જરૂરીયાત નથી. પરંતુ દુખ,આશ્ચર્ય તથા અનેક સવાલો એટેલ ઉભા થઇ રહ્યા છે કે ત્રણ મહિના કરતા વધુ સમય થઇ ગયો પંરતુ પચ્છિમ કચ્છ જીલ્લા પોલીસવડા જેવી મહત્વની જગ્યાએ કોઇ કાયમી નિમણુંક સરકાર દ્રારા આપવામાં આવી નથી પ્રબુધ્ધ નાગરીકોથી લઇ નેતાઓએ પણ રજુઆત કરી જાહેર નિવેદનો થયા પરંતુ તેની અસર દેખાઇ નથી.
સરહદી કચ્છ જીલ્લાની ચિંતાની વાત હમેંશા રાજ્ય સરકાર કરતી હોય છે. પરંતુ મહત્વની કહી શકાય તેવી પચ્છિમ કચ્છ પોલીસવડાની ત્રણ મહિના કરતા વધુ સમયથી જગ્યા ખાલી છે ત્યા નિમણુંક થઇ શકી નથી કચ્છના નેતાઓ રજુઆતની વાત તો કરે છે પરંતુ તેમની રજુઆત અસરકારક રહી નથી તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. સરકાર દ્રારા અપાતી કરોડો રૂપીયાના ગ્રાન્ટ અને વિકાસની વાતો વચ્ચે કચ્છ સલમતી પ્રત્યે સરકારની ઉપેક્ષાનો એક ગંભીર કિસ્સો આકાર લઇ રહ્યો છે. કેમકે એક બે નહી પરંતુ રાજકોટ અગ્નીકાંડ બાદ પચ્છિમ કચ્છના પોલીસવડા તરીકે કાર્યરત મહેન્દ્ર બગડીયાની રાજકોટ ખાતે બદલી થઇ અને તે બદલીના હુકમને આજે ત્રણ મહિના થવા આવ્યા પરંતુ પચ્છિમ કચ્છમાં નવા એસ.પીની નિમણુંકનો હુકમ થયો નથી અને મહત્વની કહી શકાય તેવી જગ્યા લાંબા સમયથી ઇન્ચાર્જ એસ.પીના ભરોશે ચાલી રહી છે. ડ્રગ્સની હેરફેર,મહત્વના ઓદ્યોગીક એકમો,સરહદી જીલ્લો તથા તાજેતરમાંજ કોમી વેમનસ્ય ફેલાય તેવા બનાવો પણ કચ્છમાં આકાર લેતા રહી ગયા તેવામાં એસપીની નિમણુંક ન થવા પાછળનુ ગણીત સમજવા માટે સૌ કોઇ ગોથા ખાઇ રહ્યા છે. જો કે પ્રબુધ્ધ નાગરીકો તો હજુ પણ સતત આ વાતની ગંભીર ચર્ચા કરી રહ્યા છે. સાથે કચ્છના નેતાઓની રજુઆત અસરકારક રહી નથી તે ચર્ચા પણ જોરમાં છે.સૌથી મોટો પ્રશ્ન લોકોને એ સતાવી રહ્યો છે કે એવી કઇ મજબુરી કે પ્રશ્ન નળી રહ્યો છે કે કચ્છમાં 3 મહિનાથી સરકાર એસપીની જગ્યા ભરી શકી નથી. અને તેનો જવાબ કોઇ પાસે નથી
સચોટ કટાક્ષ કવિતા’ સરકાર! આંખ ખોલો’
કચ્છમાં સામાન્ય નાગરીકો,જાગૃતિ આગેવાનો તો જાણે રજુઆત કરી થાક્યા અને જ્યારે પણ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળે છે ત્યારે આ ચર્ચા કરે છે પરંતુ કચ્છના જાણીતા કવી પબુ ગઢવી ‘પુષ્પ’ની વર્તમાન સ્થિતી પરની સચોટ કવિતા હાલ ચર્ચાનુ કેન્દ્ર બની છે. તેમણે લખ્યુ હતુ કે હાલમાં આશરે ત્રણેક માસથી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક (એસપી) ની જગા ખાલી છે, કચ્છ જિલ્લામાં હત્યા,બળાત્કાર,ઘરફોડ,લૂંટ જેવા બનાવો છાસવારે બની રહ્યા છે. એટલું જ નહિં તાજેતરમાં તો ગણેશોત્સવ દરમ્યાન કચ્છની કોમી એકતાને ડહોળવાના એકથી વધુ પ્રયાસો થયા છે.વળી, નવરાત્રિ અને દીવાળીના તહેવાર પણ નજીકમાં જ છે, આવા સમયમાં એસપી ની જગ્યા ખાલી રાખવી હિતાવહ જણાતી નથી. તેમણે એક કવિ તરીકે કવિતા દ્વારા કચ્છીઓની લાગણી સરકારને પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો અને માધ્યમો દ્વારા કચ્છી પ્રજાની લાગણી ને માગણી સરકાર સુધી પહોંચે એવા પ્રયાસો કરવા વિનંતી કરી હતી વાંચો કવિતા
કચ્છના નેતાએ અગાઉ આમ કહ્યુ…હતુ
ન્યુઝ4 કચ્છ દ્રારા અગાઉ પણ ગંભીર વિષય પર એક લેખ પ્રકાશીત કરાયો હતો તે સમયે કચ્છમાં લાંબા સમયથી એસપી ન હોવા મુદ્દે ધારાસભ્ય અનીરૂધ્ધ દવેનો સંપર્ક કરાતા તેઓએ કહ્યુ હતુ કે કચ્છના તમામ નેતાઓ સાથે તેમણે પણ આ અંગે ગાંધીનગર રજુઆત કરી છે. હાલ ઇન્ચાર્જ એસપી છે તેથી કામ પર કોઇ અસર થતી નથી તો ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ પણ એજ સુર પુરાવ્યો હતો અને તેઓએ તાત્કાલીક આ જગ્યા ભરવા માટે રજુઆત કરી હોવાનુ કહ્યુ હતુ. જો કે આટલા મહત્વના જીલ્લામાં એસપીની ખાલી જગ્યા કેટલી ગંભીર બાબત છે તેના પર તેઓએ વધુ પ્રકાશ પાડવાનુ ટાળ્યુ હતુ.તો ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલે બે વાર લેખીત રજુઆત કરી હોવાનુ જણાવ્યુ હતુ સાથે ગાંધીનગર રૂબરૂ પણ આ અંગે રજુઆત કરી હોવાનુ તેઓએ ઉમેર્યુ હતુ જગ્યા શા માટે નથી ભરાઇ તે અંગે પ્રકાશ પાડતા તેઓએ રાજ્યભરની થનારી બદલીમા કચ્છનુ નામ પણ હશે તેમ જણાવ્યુ હતુ અને તેનો નિર્ણય ટુંક સમયમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો તો કચ્છના સાંસદે પણ સરકારમાં રજુઆત અંગે સુર પુરાવ્યો હતો અને ઝડપી નિમણુંક માટેની વાત કરી હતી.જો કે તેમની રજુઆતો ફળી નથી તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.
કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ કચ્છના પ્રશ્ર્નો રજુ કરી રહ્યા છે. તે નકારી શકાય નહી પરંતુ મહત્વના કિસ્સામાં તેમની રજુઆત નિષ્ફળ ગઇ હોય તેવા કિસ્સાઓ પણ છે. તેમાં એસપીની જગ્યા ભરવાનો મુદ્દો સૌથી ગંભીર છે.સરહદી જીલ્લામાં એસપીની ખાલી જગ્યા ગંભીર મુદ્દો છે. જે અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને કચ્છના નેતાઓએ અસરકારક અને પરિણામલક્ષી રજુઆત કરવાની..જો કે તે વચ્ચે અનોખી રીતે કવિતા દ્રારા આ મુદ્દાને સમજાવવાનો પ્રયત્ન પણ કદાચ અસરકારક રહે તો સારૂ