સમગ્ર ગુજરાતમાં હાલ દુષ્કર્મની વધતી ધટના અને દિકરીઓની સલામતીનો મુદ્દો ચર્ચામા છે તેવામાં રાપર પંથકમાં કારખાનાના માલિક દ્રારા એક યુવતીના દુષ્કર્મ અને જાતિ અપમાનિત કરવાના મામલાએ ચકચાર સર્જી છે. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના મામલાઓ વચ્ચે કચ્છમાં બનેલા બનાવે પણ પોલીસને દોડતી કરી હતી
રાજ્યના અલગ અલગ સ્થળે બની રહેલા છેડતી અને બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા,માંગરોળ બાદ સુરતમાં દુષ્કર્મની ધટનાથી ભારે ચકચાર સર્જાઇ છે. તે વચ્ચે કચ્છમાં 18 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર અને જાતિ અપમાનિત કરાઈ હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાતા પોલીસ દોડતી થઇ હતી. અને આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. યુવતીની ફરીયાદ મુજબ થોડા દિવસ અગાઉ તે ગરબામાંથી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને ચક્કર આવતા તે માર્ગની બાજુમાં બેસી ગઈ હતી. ત્યારેજ બે લોકો યુવતીની પુછા કરી તેને પાણી પીવડાવા માટે કારખાનામાં સાથે લઈ ગયા હતા, જો કે થોડીવાર બાદ કારખાનાનો માલિક ત્યા આવ્યો હતો અને બે લોકોને બહાર કાઢી ફરિયાદી યુવતીને અપશબ્દો બોલી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ આ ફરીયાદ કરી હતી આડેસર ગામના મહાદેવનગરમાં આરોપીના પેવર બ્લોકના કારખાનામાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો જે બાબતે આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપીને પકડી પાડવા ભચાઉ વિભાગની અલગ અલગ પોલીસ ટીમો બનાવી પોલીસે આરોપી પ્રવિણ કરશન ગોયલ (રજપુત), (રહે.ભીમાસર તા.રાપર) ને ગણતરીના સમયમાં રાઉન્ડ કરી પકડી પાડ્યો હતો.આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક,ભચાઉ વિભાગ સાગર સાંબડા, જે.એમ.વાળા પી.આઈ. આડેસર તથા પો.હેડ.કોન્સ.ગાંડાભાઈ અણદા,ચંન્દ્રકાંન્ત ગણપતલાલ, વિજયસિંહ સહદેવસિંહ, શીરીષભાઈ પો.કોન્સ.રાહુલભાઈ, જેઠાભાઈ દ્વારા કરવામાં આવી હતી.જો કે સમગ્ર બનાવે રાજ્યની ધટનાઓ સાથે કચ્છમા પણ યુવતીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કરવા સાથે ચકચાર સર્જી હતી.