લોકસભા ચૂંટણી દરમ્યાન ભાજપનો પ્રચાર મોરબી અને કચ્છમાં ખૂબજ જોરશોર અને આયોજન બદ્ધ રીતે આગળ વધી રહ્યો છે કચ્છમાં એક બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે ગાંધીધામમાં રહેતા પરપ્રાંતીય લોકોને સંબોધન કર્યું હતું તો બીજી બાજુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પાટીદારોના ગઢ એવા રાપર તેમજ આધોઇ (ભચાઉ)માં જાહેરસભાને સંબોધન કર્યું હતું રાપરમાં વિધાનસભામાં આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન પટેલ જીત્યા છે તેમના પતિ ભચુભાઈ આરેઠીયા આંજણા પટેલ સમાજમાં વર્ચસ્વ ધરાવે છે વળી, અત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે એટલે રાપરમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે આ વખતે બહુમતી મેળવવાનો મોટો પડકાર છે ત્યારે પાટીદારોના ગઢ એવા રાપરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ હાર્દિક પટેલ તેમજ પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કર્યો જ નહીં તેમજ હાર્દિક પટેલની અસરને પાટીદાર સમાજમાં ભૂલાવવા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ યુ-ટર્ન મારીને બદલે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય બનેલા સર્જીકલ સ્ટ્રાઈકને મુખ્ય મુદ્દો બનાવીને રાપર, ભચાઉ સહિત વાગડના આંજણા પટેલ સહિત તમામ સમાજના મતદારોને રાષ્ટ્રવાદના હિતમાં મતદાન કરવા હાકલ કરી હતી મજબૂર નહીં પણ મજબૂત સરકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ સક્ષમ નેતા ગણાવતા જીતુ વાઘાણીએ મોદી સરકારને સંપૂર્ણ બહુમતી સાથે ચુંટી કાઢવા માટે વિનોદ ચાવડાને જીતાડવા અપીલ કરી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ઉપરાંત રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ વાગડ અને કચ્છ સુધી નર્મદાના પાણી પહોંચે તે માટે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તુરત જ નર્મદાના ડેમની ઊંચાઈ વધારવા માટે આપેલી મંજૂરીને શ્રેય આપ્યો હતો સૌનો સાથ સૌનો વિકાસના સુત્ર સાથે કચ્છ,ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ બહુમતી પ્રાપ્ત કરશે એવો દાવો કર્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, જનકસિંહ જાડેજા, ડોલરરાય ગોર, ભરતસિંહ જાડેજા, ઉમિયાશંકર જોશી, ગંગાબેન સિયારીયા, હરખીબેન વાઘાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશ સોની, ઉપરાંત વાગડ વિસ્તારના પટેલ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મીડીયા સંકલન મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠકકર, સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ સંભાળ્યું હતું.