હવે ભુજમાં લોકસભાની ચૂંટણીનો રાજકીય માહોલ જામી રહ્યો છે કચ્છ ભાજપ દ્વારા આજે ભુજમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, લોકસભા ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી, બાપાલાલ જાડેજા, દેવરાજ ગઢવી સહિતના આગેવાનોની હાજરીમાં ભુજમાં હોટલ વિરામની સામે કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું તારાચંદભાઈ છેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાને ભુજ સુધી લઈ આવનાર સાંસદ વિનોદ ચાવડાને જાગૃત લોકપ્રતિનિધિ ગણાવ્યા હતા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો વિશે જાણકારી આપી હતી જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ભુજ વિસ્તારને ભાજપનો ગઢ ગણાવ્યો હતો કાર્યાલયના પ્રારંભે વ્યવસ્થા મનુભા જાડેજા, અજય ગઢવી, જગત વ્યાસ, ભૌમિક વચ્છરાજાની, મયુરસિંહ જાડેજા, અનવર નોડેએ અંર મીડીયા સંકલન ઘનશ્યામ રસિકભાઈ ઠકકર અને સાત્વિકદાન ગઢવીએ સભાળ્યું હતું
કોંગ્રેસ માટે સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી મદદે
૨૦૧૯ ની લોકસભાની આ ચૂંટણી કચ્છ કોંગ્રેસ માટે ફરી એકવાર પડકાર બનીને ઉભરી રહી છે એકબાજુ ભાજપ દ્વારા મોરબી, માળીયાથી માંડીને છેક કચ્છના અંતરીયાળ વિસ્તાર સુધી ઝંઝાવાતી લોકસંપર્ક તેમ જ સ્ટાર પ્રચારકોની સભા અને વરિષ્ઠ આગેવાનોના પ્રવાસ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે ત્યાં બીજી બાજુ કોંગ્રેસમાં ઉમેદવાર નરેશ મહેશ્વરીના ઉમેદવારીપત્ર ભરવા સમયે યોજાયેલા રોડ શો સિવાય બીજા કોઈ મોટા જાહેર કાર્યક્રમો કે સભાઓ નથી થઈ જોકે, ઉમેદવાર નરેશ મહેશ્વરી પોતાના ચુસ્ત ટેકેદારો ભચુભાઈ આરેઠીયા, નવલસિંહ જાડેજા, અરજણ ભુડિયા સાથે સતત પ્રવાસો કર્યા કરે છે તો, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રવાસો થઈ રહ્યા છે પણ, પ્રચારતંત્રની અનેક અધૂરાશો વચ્ચે કચ્છ કોંગ્રેસના સંગઠન માળખામાં સંકલનનો અભાવ તેમજ વરિષ્ઠ આગેવાનો અને નાના કાર્યકરોમાં અસંતોષનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે જોકે, હવે ૧૮ મી તારીખ ગુરુવારે ભુજમા રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન ગોઠવાઈ રહયું છે. કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ભાજપના ગઢમાં ગાબડું પાડી શકશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે પણ, અત્યારે એ વાત નક્કી છે કે, ભુજનો રાજકીય માહોલ હવે ગરમ બની રહ્યો છે.