Home Crime કચ્છની IDBI બેંકે મૃત મહિલાને ૮૨ લાખની લોન આપી- અલગ અલગ બેંકોના...

કચ્છની IDBI બેંકે મૃત મહિલાને ૮૨ લાખની લોન આપી- અલગ અલગ બેંકોના ૭ કરોડના કૌભાંડમાં CID ક્રાઇમની મહિલા, ઉદ્યોગપતિ, રાજકારણી સામે તપાસ

4413
SHARE
નાના ખેડૂતો, વ્યાપારીઓ અને મહિલાઓને વ્યવસાય માટે લોન લેવામાં ભલેને બેંકો ધક્કા ખવડાવતી હોય પણ કૌભાંડિયાઓને બેંકો લાલ જાજમ પાથરીને કંઈ પણ જોયા જાણ્યા વગર લાખો રૂપિયાની લોન આપી દે છે,એ હકીકત છે સીઆઇડી ક્રાઇમ દ્વારા બેંક ફ્રોડ સંદર્ભે ૭ અલગ અલગ ગુનાઓ નોંધાયા છે જોકે, લાંબા સમયથી કચ્છમાં ચકચારી બનેલા આ બેંક કૌભાંડોમાં લોન લેનારાઓ અને લોન આપનારી બેકોએ મૃતક વ્યક્તિઓને પણ છોડ્યા નથી સીઆઇડી ક્રાઇમ ભુજ ઝોનમાં અબડાસા તાલુકાના વિંઝાણ ગામના કિસ્સામાં તો ક્ષત્રિય વૃદ્ધા વ્રજકુંવરબા જેઠુજી જાડેજાના ના મૃત્યુના ૨૨ વર્ષ પછી IDBI જેવી મોટી બેંકે તેમને એક બે નહીં પણ પુરા ૮૨ લાખ, હા પુરા ૮૨ લાખ રૂપિયાની લોન ખેતીની જમીન ઉપર આપી દીધી એટલુંજ નહીં પણ જ્યારે વ્રજકુંવરબાના પુત્ર કીર્તિસિંહ જાડેજા  ખેતીની જમીન ઉપર IDBI ની બળદિયા (ભુજ) શાખાનો બોજો દાખલ કરેલો જોયો એટલે તેમણે ચોંકીને નલિયા મામલતદારને ફરિયાદ કરી પોતાની જમીન ઉપર બોજો કાઢી નાખવા રજુઆત કરી હતી.

IDBI બેંકે જે રીતે મૃત વૃદ્ધાને રૂપિયા આપ્યા એવી રીતે પાછા પણ લઈ લીધા!!!

આ આખોયે કિસ્સો બેંકની મિલીભગતથી કેવી રીતે આચરાયો છે, તેની તપાસ તો હવે સીઆઇડી ક્રાઇમ કરશે પણ, કોઈ વ્યક્તિ મૃત્યુ પામી તેના ૨૨ વર્ષ પછી બેંકે મૃત વ્યક્તિને લોન પણ આપી અને એટલું જ નહીં વળી મૃત વ્યક્તિ પાસેથી પુરા ૮૨ લાખ રૂપિયા રૂપિયા વસુલ કેવી રીતે કર્યા એ વાત રિઝર્વ બેંકે પણ IDBI બળદિયા (ભુજ) પાસેથી શીખવા જેવી છે સીઆઇડી ક્રાઇમમાં કિર્તસિંહ જાડેજાએ કરેલી ફરિયાદ મુજબ ૧૦/૨/૮૮ ના તેમના માતૃશ્રી વ્રજકુંવરબાના મૃત્યુ બાદ વિંઝાણ ગામની જમીન તેમની જમીન વારસાઈની રૂ એ કીર્તિસિંહના નામે ૨/૧૧/૧૧ ની અરજી બાદ ૧૩/૪/૧૨ ના દાખલ થઈ હતી. પણ, ૩૦/૬/૧૪ ના ૮૨ લાખ રૂપિયાની બેંક લોનનો બોજો તેમના મૃત માતા વ્રજકુંવરબાના નામે ખેતરના ૭/૧૨માં દાખલ કરાતા તેમણે નલિયા મામલતદાર સમક્ષ ૫/૭/૧૪ના વાંધો લીધો હતો કે તેમના માતા ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે તો IDBI બેંકે મૃત માતાને લોન કઈ રીતે આપી? મૃત વ્રજકુંવરબા એ IDBI બેંકમાં સહીઓ કઈ રીતે કરી? તે દરમ્યાન IDBI બેંક દ્વારા એકાએક નલિયા મામલતદારને જાણ કરવામાં આવી હતી કે, વ્રજકુંવરબાની ૮૨ લાખ રૂપિયાની બેંક લોન ૧/૮/૧૪ના ભરાઈ ગઈ છે જોકે, ૨૨ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્રજકુંવરબા કઈ રીતે બેંક લોનના ૮૨ લાખ રૂપિયા ભરી ગયા તેનો ખુલાસો ન તો IDBI બેંકે કર્યો કે ન તો નલિયા મામલતદારે કર્યો દરમ્યાન કીર્તિસિંહ જાડેજાએ વારંવાર ફરિયાદો કરીને તેમના મૃત માતૃશ્રીના નામેં બોગસ લોન લેનારાઓ અને બોગસ લોન આપનારા IDBI બેંક બળદિયા, ભુજ અને ઝોનલ શાખાના જવાબદારો વિરુદ્ધ પગલાં ભરવા, ફરિયાદ દાખલ કરવા માંગ કરી, પણ કંઈ થયું નહીં. હવે છેક એપ્રિલ ૨૦૧૯ માં સીઆઇડી ક્રાઇમે કીર્તિસિંહ જાડેજાની ફરિયાદ નોંધીને ૨૦૧૦ થી ૨૦૧૪ દરમ્યાન થયેલા IDBI ના બેંક કૌભાંડની તપાસ હાથ ધરી છે.

મુંબઈના કોટનકિંગ, નવી મુંબઈના વ્યાપારી, કચ્છના રાજકીય આગેવાન સામે ૭.૮૨ કરોડના બેંક ફ્રોડનો આરોપ

દરમ્યાન સીઆઇડી ક્રાઇમે કીર્તિસિંહ જાડેજાની ફરિયાદ ના આધારે 7વ્યક્તિઓ સહિત કીર્તિસિંહના માતાના કિસ્સામાં કુલ 7 કરોડ 82 લાખની લોન કૌભાંડની ફરિયાદ નોંધી છે  સૂત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય  બેંકોમાંથી પણ લાખો રૂપિયાની લોન લેવાઈ છે અત્યારે સીઆઇડી ક્રાઇમે ૭.૮૨ કરોડની લોનના બેંક ફ્રોડના મામલે મુંબઈના કોટનકિંગ ભદ્રેશ વસંતરાય મહેતા, તેમના પત્ની હીનાબેન, પુત્ર પાર્થ મહેતા (ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશન) ઉપરાંત નવી મુંબઈ વાશીના વ્યાપારી કમલેશ ઠકકર (અર્પિત ઇન્ટરનેશનલ) અને કચ્છના રાજકીય આગેવાન જેન્તી ઠકકર ઉર્ફે જેન્તી ‘ડુમરાવાળા’ ની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેન્તી ‘ડુમરાવાળા ‘ હાલ ભાજપ નેતા જેન્તી ભાનુશાલીની હત્યા કેસમાં સીઆઇડી ક્રાઇમના રિમાન્ડ હેઠળ છે આજે રિમાન્ડ પુરા થાય ત્યારે બેંક ફ્રોડમાં જેન્તી ‘ડુમરાવાળા’ની સીઆઇડી ક્રાઇમ દ્વારા ફરી ધરપકડ થઈ શકે છે