ચૂંટણીના મહોલ દરમ્યાન સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી કચ્છના ભાજપી ધારાસભ્ય અને રાજયમંત્રીના ખૂબ જ નજદીકી એવા વર્ષો જુના ‘મહિલામિત્ર’ સાથેની “અંતરંગ” વાતચીતની ઓડિયો ક્લિપના વિવાદે હવે રાજકીય રંગ પકડી લીધો છે ચૂંટણી પુરી થઈ ગયા પછી હવે કચ્છમાં આ મુદ્દે વિરોધપક્ષ દ્વારા રાજકીય વિરોધ પણ શરૂ થઈ ગયો છે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અંજાર મધ્યે મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સમક્ષ નૈતિકતાના મુદ્દે રાજયમંત્રી વાસણ આહીરના રાજીનામાની માંગણી કરાઈ હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષીનેતા વી. કે. હૂંબલ, પ્રવક્તા રમેશ ગરવાએ અંજાર મામલતદાર એન.સી. રાજગોરને આવેદન પત્ર આપ્યા બાદ મીડીયા સાથે વાત કરી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ નલિયાકાંડ, માંડવીકાંડની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને હવે આ ઓડીયોકલીપ પ્રકરણમાં સંકળાયેલા તમામ ભાજપના હોદ્દેદારો અને રાજયમંત્રી ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના રાજીનામાની માંગ કરી હતી જ્યારે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા વી.કે. હૂંબલે કોંગ્રેસને રેલી માટે તંત્ર દ્વારા મંજૂરી નહીં અપાયાનો આરોપ મુક્યો હતો તો અત્યારે વાયરલ થયેલી કચ્છ ભાજપના આગેવાનોની ૧૦ જેટલી ઓડિયો કલીપીંગ્સની એફએસએલ તપાસની માંગણી કરી વી. કે. હૂંબલે કચ્છ ભાજપમાં વધી રહેલા મહિલાઓના જાતીય શોષણના કિસ્સાઓને કારણે હવે મહિલાઓ રાજકારણમાં આવતા ડરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો તો નૈતિકતાના મુદ્દે પણ ઓડીયો કલીપ પ્રકરણની મુખ્યમંત્રી દ્વારા તપાસ થવી જોઈએ તેવું કહેતાં વી.કે. હૂંબલે ક્લિપમાં અન્ય મહિલાઓના નામ અને તેમના રાજયમંત્રી વાસણભાઈ આહીર સાથેના સંબંધોના કરાયેલા આક્ષેપોને પગલે રાજ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી વી.કે. હૂંબલે આ પ્રકરણમાં સંકળાયેલ ભાજપના મહિલા નેતાઓના રાજીનામાં કચ્છ ભાજપે લઈ લેવા જોઈએ તેવું જણાવ્યું હતું આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના આગેવાનોની સાથે મહિલા મોરચાના કાર્યકરો જોડાયા હતા. મામલતદાર ઓફિસમાં કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા ભાજપના નેતાઓ અને મહિલા આગેવાનોના નામ જોગ કરાયેલા સુત્રોચ્ચારથી માહોલ ગરમાયો હતો જોકે, છેલ્લા પાંચ-છ દિવસથી ગાજતા થયેલા ઓડિયો કિલપીંગ્સ પ્રકરણમાં રાજયમંત્રી કે કચ્છ ભાજપ દ્વારા કોઈ રદિયો અપાયો નથી કે સતાવાર રીતે કોઈ ખુલાસો પણ કરાયો નથી.