Home Crime માળીયા પાસે બે કાર અથડાતાં- કુલ ૬ મોત,૪ મૃતક કચ્છના પાટીદાર –...

માળીયા પાસે બે કાર અથડાતાં- કુલ ૬ મોત,૪ મૃતક કચ્છના પાટીદાર – નખત્રાણાનો રામાણી પરિવાર

6912
SHARE
કચ્છથી અમદાવાદ અને રાજકોટને જોડતા માળીયા હાઇવે ઉપર બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કુલ ૬ના મોત નિપજ્યા છે અમદાવાદથી કચ્છ તરફ આવતી આઈ ટવેનટી કાર અને કચ્છથી સાબરકાંઠા તરફ જઈ રહેલ શેવરોલેટ કાર સામસામે અથડાતાં આ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો માળીયા પોલીસમાંથી પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ આ માર્ગ અકસ્માતમાં કુલ ૬ના મોત થયા છે મૃતકોના નામ (૧) સર્વીનભાઈ કિરીટ શાહ (૨) ચિરાગભાઈ શાહ બન્ને અમદાવાદ તેમજ કચ્છના નખત્રાણા તાલુકાના નારણપર ગામના રામાણી પરિવારના (૩) હરિભાઈ દેવજી પટેલ (૪) નરશીભાઈ હંસરાજ પટેલ (૫) નર્મદાબેન નરશી પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે (૬) દેવકીબેન નારાણ પટેલનું મોરબી ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું હજી એક મહિલા વિમળાબેન હરિભાઈ પટેલ ગંભીર ઇજાગ્રસ્ત છે અને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ છે આ ઘટનાની જાણ થતાં જ મોરબી ડીએસપી કારંજ વાઘેલા અને પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતના આ સમાચારે કડવા પાટીદાર સમાજ સહિત સમગ્ર કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યું છે.