Home Crime કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાતા સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર થયું એલર્ટ

કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાતા સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર થયું એલર્ટ

1235
SHARE
કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાવાની ઘટનાને પગલે સરહદી એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે, ઝડપાયેલો પાકિસ્તાની નાગરિક આ વખતે વાગડની રાપર બોર્ડર ઉપરથી ઝડપાયો છે. એટલુંજ નહીં ઝડપાયેલા ઘૂસણખોર હિન્દૂ છે. આ વિશે મળેલી વધુ વિગતો પ્રમાણે આજે ભારતીય સીમા સુરક્ષા દળ BSFની 37 બટાલિયનના જવાનો ખડીર અને પ્રાંથળ વિસ્તારમાં બોર્ડર પેટ્રોલીંગ કરી રહયા હતા ત્યારે ઝીરો પોઈન્ટ પીલર નં. શ110/2 S પાસે થી ભારતીય સીમામાં આવેલ પાકિસ્તાની નાગરિક તગજી રાઉતુક વાલડીયા રહે. કાસબો તા. મીઠી થરપારકર વારા ને ઝડપી પાડયો હતો. આ પાક. નાગરિક ક્યાં કારણોસર ભારતીય સીમામા આવ્યો તે બાબતે ની તપાસ BSF દ્વારા હાથ ધરાઈ છે. બીએસએફ દ્વારા બાલાસર પોલીસને હવાલે કરી વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ અંગે બાલાસર પીએસઆઇ ગોંજીયા એ વધુ તપાસ કરી રહ્યા છે. થોડા સમય અગાઉ પણ આજ સરહદ પર થી પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો અવારનવાર વાગડ વિસ્તારની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાની નાગરિકો પકડાવવાનો સિલસિલો દેશની સુરક્ષા સામે જોખમરૂપ છે. જોકે, ઝડપાયેલા પાકિસ્તાની હિન્દૂ નાગરિકની વધુ પૂછપરછ ભુજ જેઆઇસીમાં બધી જ એજન્સીઓ દ્વારા સયુંકત રીતે હાથ ધરાશે.