Home Crime કચ્છ બોર્ડરનું ‘નાપાક’ ટેસ્ટિંગ ? હવે સરક્રીક પાસેથી બોટ પકડાઈ

કચ્છ બોર્ડરનું ‘નાપાક’ ટેસ્ટિંગ ? હવે સરક્રીક પાસેથી બોટ પકડાઈ

921
SHARE
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં સરહદી જીલ્લા કચ્છની આંતરરાષ્ટ્રીય સીમાથી ધુસણખોરીની અલગ અલગ ઘટના બની છે પહેલા પુર્વ કચ્છ અને ત્યારબાદ નરા પાસેથી પાકિસ્તાની પકડાયાના બનાવ બાદ શુક્રવારે કચ્છનાં ક્રીક એરિયામાંથી એક પાકિસ્તાની બોટ મળી આવી હતી પ્રથમ નજરે ઘુસણખોરીની રૂટીન ઘટના લાગતા આ ઘટનાક્રમને ડિફેન્સ સાથે સંકળાયેલા જાણકારો કચ્છ બોર્ડર ઉપર ભારતીય સુરક્ષા વ્યવસ્થાને ચેક કરવાનું ‘નાપાક’ ટેસ્ટિંગ માની રહ્યા છે અલબત્ત બીએસએફ દ્વારા કબ્જે કરવામા આવેલી પાકિસ્તાની બોટમાંથી હજુ સુધી કોઈ જોખમી વસ્તુ કે અન્ય કોઈ વાંધાજનક મળ્યુ નથી.
ભુજ સીમા સુરક્ષા દળનાં સત્તાવાર સૂત્રોએ સરક્રીકનાં ભારતીય એરિયામાંથી એક અવાવરું પાક બોટ મળી આવી હોવાનું જણાવ્યું હતુ બોટમાં પાકિસ્તાનીઓ હતા કે નહીં અથવા તો તેઓ બીએસએફના જવાનોને જોઇ બોટ મુકીને ભાગી ગયા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે જે એરિયામાંથી બોટ મળી છે તેની આસપાસનાં ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
કચ્છ બોર્ડર સાથે સંકળાયેલી તાજેતરની આ ત્રણ ઘટનાને ભલે આમ કોઈ સીધો સંબંધ નથી પરંતુ સમય તથા લોકેશનને જોતા સામેપારથી ભારતીય સુરક્ષા દળોની સક્રિયતા અથવા પોઝીશન જાણવાનું કોઈ કાવતરું પણ હોઇ શકે છે તેવો જાણકાર સૂત્રોએ દાવો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, બીએસએફની પોતાની એક અલાયદી ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે જે સરહદ પાર થતી મુવમેન્ટ ઉપર નજર રાખતી હોય છે ભૂતકાળમાં આ બ્રાન્ચ દ્વારા મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યા હોય તેવી ઘણી ઘટના છે પરંતું છેલ્લા કેટલાક સમયથી બીએસએફની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ નબળા અધિકારીઓ તથા તેમના નોન-પ્રોફેશનલ એપ્રોચને કારણે તેની પકડ ગુમાવી રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો માની રહ્યા છે.