Home Current રઘુવિરસિંહ સામે હદ્દપારીની કાર્યવાહીનો વિરોધ રસ્તા પર ઉતર્યો : ભુજમા વિશાળ...

રઘુવિરસિંહ સામે હદ્દપારીની કાર્યવાહીનો વિરોધ રસ્તા પર ઉતર્યો : ભુજમા વિશાળ રેલી, આવેદન સાથે તંત્રને રજુઆત

7231
SHARE
હમેંશા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતા કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને હિન્દુ યુવા સંગઠનના આગેવાન રઘુવિરસિંહ જાડેજા સામે બે વર્ષ માટે 6 જીલ્લામાંથી તડીપાર કરવાની થઇ રહેલી તૈયારીનો વિરોધ હવે રસ્તા પર ઉતર્યો છે આમતો ઘણા લાંબા સમયથી સોશિયલ મીડીયામાં આ કાર્યવાહી સામે વિરોધ વિરોધ સાથે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો રઘુવિરસિંહને ટેકો જાહેર કરી રહ્યા છે ત્યારે રવિવારે ભુજમાં વિશાળ સભા સાથે રેલી યોજી પોલિસ વિભાગને આવેદનપત્ર અપાયું હતુ. જેમાં રઘુવિરસિંહ સામે થયેલી દારૂના વેચાણની ખોટી ફરીયાદ અને તેની સામે હદ્દપારીની થઇ રહેલી કાર્યવાહી સામે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરાઇ છે.

આવેદનપત્રમાં હિન્દુ સમાજની ચિંતા સાથે તંત્રનો વિરોધ

હિન્દુ યુવા સંગઠનના આગેવાન એવા રઘુવિરસિંહ સામે આમતો અનેક ફરીયાદો અને લેખીત અરજીઓ થઇ છે, તો તેમની સભાના ભાષણો સામે પણ વિરોધ થયો છે, પરંતુ જાહેર સુલેહશાંતીના ભંગની સાથે તેના દારૂ વેચવાના જે આક્ષેપો હદ્દપારીની કાર્યવાહીમાં થયા છે તેના વિરોધમાં હિન્દુ સમાજ રોષે ભરાયો છે અને તંત્ર પર સામાજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો પણ આક્ષેપ કરાયો છે. નિચેના મુદ્દાઓને આવેદનપત્રમાં સાંકળવા સાથે હિન્દુ સંગઠનોએ કાર્યવાહી બાદ પણ વિરોધની ચીમકી સાથે રઘુવિરસિંહને સમર્થન જાહેર કર્યુ છે.
– હિન્દુ સંગઠનોએ આવેદનમાં આક્ષેપ કર્યા છે કે થોડા સમયથી કચ્છમા હિન્દુઓની હત્યાના કિસ્સા વધ્યા છે.
– હત્યાના કિસ્સા સાથે હિન્દુ યુવતીઓ સાથે લવ જેહાદના કિસ્સામા પણ ઉછાળો આવ્યો છે.
– ગૌ હત્યા અને ભૂ માફીયા વિધર્મી યુવકો સામે રઘુવિરસિંહ અને તેની સેના લડી રહી છે.
– તો હિન્દુ સમાજ સામે થઇ રહેલા અન્યાય સામે પણ હિન્દુ સંગઠનો મજબુત બની રહ્યા છે.
તેવામાં રઘુવિરસિંહ સામે થઇ રહેલી કાર્યવાહી રાજકીય કિન્નાખોરી પુર્વક થઇ રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે આ સાથે ક્યાક તંત્ર તેનો હાથો બની રહ્યો હોય તેવો સ્પષ્ટ આક્ષેપ આવેદનપત્રમાં કરાયો છે.
રવિવારે ભુજ મીરઝાપર રોડ પર એક સભાનુ આયોજન કરાયા બાદ સંતો અને હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તંત્ર દ્વારા થનારી કાર્યવાહી સામે વિરોધ સાથે ન્યાયની માંગ કરી હતી, તો પોલિસે પણ ચુંસ્ત બંદોબસ્ત સાથે અરાજકતા ન સર્જાય તેની પુરતી વ્યવસ્થા કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. જો કે હવે જોવાનુ એ રહે છે કે કાયદાકીય લડત સામે હિન્દુ સંગઠનોએ રસ્તા પર કરેલા વિરોધની શું અસર પડે છે?