Home Current વાસણભાઇ નું રાજકીય કદ ઘટતા પુત્રની એન્ટ્રી કચ્છ આહીર સમાજના પ્રમુખ તરીકે...

વાસણભાઇ નું રાજકીય કદ ઘટતા પુત્રની એન્ટ્રી કચ્છ આહીર સમાજના પ્રમુખ તરીકે વરણી : હવે કોણ કરશે રાજકીય પ્રવેશ?

4258
SHARE
આમતો વાસણભાઇની તબીયત નાદુરસ્ત થઇ ત્યારથી તેમના રાજકીય સન્યાસની વાતો વહેતી થઇ હતી જો કે તેઓ સ્વસ્થ થયા રાજકીય ક્ષેત્રે ફરી સક્રિય થયા અને મંત્રી પણ બન્યા પરંતુ અત્યારે જ્યારે કથીત ઓડીયો કલીપમાં તેમનુ નામ ઉછળ્યુ છે ત્યારે ફરી તેમના રાજકીય સન્યાસની વાતો વહેતી થઇ છે તેમનુ મંત્રી પદ્દ જશે તેવુ રાજકીય નિષ્ણાંતો સ્પષ્ટ માની રહ્યા છે પરંતુ હવે પછીની વિધાનસભા ચુંટણીમાં પણ તેમની ઇચ્છા છંતા પાર્ટી ટીકીટ ન આપે તેવી શક્યતા પણ છે તેવામાં હવે તેમના પરિવારના અન્ય સભ્યો રાજકીય ક્ષેત્રે પ્રવેશે તેવી અટકળો વહેતી થઇ છે આમતો સામાજીક રીતે તેમના ત્રણે પુત્રો હમેંશા સમાજ અને અન્ય જરૂરીયાત મંદ લોકોની વચ્ચે રહ્યા છે પરંતુ આજે ત્રિક્રમ આહીરની કચ્છ આહીર સમાજના પ્રમુખ તરીકેની વરણી કરી આ સ્પષ્ટ સંકેતને સમાજે મંજુરીની મહોર મારી છે જો કે તેમના ત્રણ પુત્રોમાંથી કોણ રાજકીય ક્ષેત્રે ઝંપલાવશે તે હજુ સસ્પેન્સ છે પરંતુ ઓડીયો કલીપના વિવાદ પછી સામાજીક મજબુતી સાબિત કરવાનો તેમનો આ મજબુત પ્રયાસ ગણાઇ રહ્યો છે.

બાબુભાઈ હુંબલની જગ્યા ત્રિક્રમ આહીરે લીધી

આમતો સમાજ માટે કદાચ આ રૂટીન પ્રક્રિયા છે અને સામાજીક ક્ષેત્રે વાસણભાઇ અને તેનો પરિવાર મજબુત છે પરંતુ અત્યારે જે રીતે વાસણભાઇ સામે આંતરીક વિરોધ શરૂ થયો છે તેવામાં અનુભવી રાજકારણી તરીકે તેઓ પોતાનુ રાજકીય ભવિષ્ય પામી ગયા છે તેવામાં સામાજીક અને ત્યાર બાદ રાજકીય રીતે પોતાના પરિવારના સભ્યને મજબુત કરવા પાછળ તેમના પુત્રની પસંદગી મનાઇ રહી છે આજે સમાજના વિવિધ અગ્રણી અને વાસણભાઇની ઉપસ્થિતીમાં ત્રિક્રમ આહીરની વરણી કરાઇ હતી આમતો આ પહેલા પણ તે અખીલ યાદવ સમાજના હોદ્દેદાર રહી ચુક્યા છે પરંતુ રાજકીય ગોલ સિધ્ધ કરવાના ઉદ્દેશ સાથે કચ્છમાં સમાજના ટેકા સાથે વાસણભાઇએ તેમના પરિવારના સભ્યને મજબુતી સાથે મેદાને ઉતારી ભવિષ્યના રાજકીય સંકેત આપ્યા છે આજે 2017ની વિધાનસભાના સંભવીત ઉમેદવાર એવા બાબુભાઇના સ્થાને ત્રિક્રમ આહિરની વરણી કરાઇ હતી.

ત્રણ પુત્રોમાંથી કોણ કરશે રાજકીય પ્રવેશ કે પછી..કોઇ નવો ચહેરો?

આમતો વાસણભાઇ અને તેમના પરિવાર સિવાયના ઘણા એવા આગેવાનો છે જે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માટે મથી રહ્યા છે જેમાં ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ સહિત અનેક લોકોના નામ છે પરંતુ જે રીતે વાસણભાઇના વિવાદને ખોટો ગણાવી સમાજે ટેકો આપ્યો તેનાથી આગામી સમયમાં પણ વાસણભાઇ નહી તો તેમના પરિવારના કોઇ સભ્ય જ ચુંટણીમાં ઝંપલાવે તેવી અટકળો શરૂ થઇ છે ત્રિક્રમ આહીર સામાજીક અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સારા કામો કરતા રહ્યા છે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર વારસામાં નવઘણ આહિર પકડ ધરાવે છે તો વ્યવસાયીક અને સેવા તથા સમાજના કામોમાં પુત્ર રણછોડ આહીર સારૂ કામ કરે છે તેવામાં ત્રણે પુત્રોમાંથી કોણ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરશે તે આગામી સમયમાં સામે આવશે. આમતો હજુ લોકસભાના પરિણામો પછી ઘણા ફેરફારના સંકેત છે પરંતુ કચ્છના પીઢ રાજકીય વ્યક્તિમાં જેમની ગણના થાય છે તેવા વાસણભાઇએ અત્યારથીજ સમાજના સમર્થન સાથે સોગઠા ગોઠવવાનુ શરૂ કર્યુ છે ભલે મુદ્દો અત્યારે સામાજીક છે પરંતુ તેની પાછળ રાજકીય ગણીત હોવાનો દાવો અનુભવી રાજકારણીઓ કરી રહ્યા છે જો કે પરિવારવાદનો વિરોધ કરતા ભાજપમાં વાસણભાઇ અને સમાજની ઈચ્છા કેટલા અંશે પુરી થાય છે તે એક પ્રશ્ર્ન છે પરંતુ આશા અમર છે ના સિધ્ધાત સાથે ભવિષ્યના નિર્માણનો આજે પાયો નંખાયો છે ત્યારે ત્રિકમ આહીરને સમાજના પ્રમુખ થવા બદલ અભિનંદન.