Home Crime હમીદ ભટી ઉપર હુમલો કરનાર મુજાહિદ હિંગોરજા સહિત ૪ની ધરપકડ- વરનોરાથી ભુજ...

હમીદ ભટી ઉપર હુમલો કરનાર મુજાહિદ હિંગોરજા સહિત ૪ની ધરપકડ- વરનોરાથી ભુજ આવતી વખતે ઝડપાયા

1490
SHARE
ભુજના પૂર્વ નગરસેવક હમીદ ભટી ઉપર હુમલો કરનારા વધુ ચાર આરોપી પોલીસે ઝડપી લીધા છે ભુજ બી ડિવિઝન પોલીસ ટીમના પોલીસ કર્મીઓ સંજયસિંહ, નિમેષ બારોટ, જયદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, પરમવીરસિંહ જ્યારે વોચમાં હતા ત્યારે ભુજના નાગોર રોડથી મહિલા કલ્યાણ કેન્દ્ર વાળા રસ્તા તરફ મારુતિ અલ્ટો કારને રોકતા તેમાંથી હુમલા કેસના ચાર આરોપીઓ (૧) મુંજાહિદ અલીમામદ હિંગોરજા, (૨) રઝાક અલીમામદ બાફણ, (૩) રફીક અબ્દુલ સના, (૪) અભાયો ઉર્ફે અબ્બાસ ફકીરમામદ સમા ઝડપાઈ ગયા હતા આ ચારેય આરોપીઓ વરનોરાથી ભુજ આવી રહ્યા હતા ભુજ બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ચારેય આરોપીઓની આ હુમલા કેસમાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.