નંદાસર નર્મદા કેનાલના બ્રીજ પર ચાલી રહેલા રિપેરીંગ કામ દરમિયાન બપોરે એક વાગ્યાની આસપાસ નવા બની રહેલા બ્રીજનો માંચડો તુટી પડયો હતો અને ચાર મજુરો ને ઇજા થઇ છે જેમાં બે મજૂરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને બે મજૂરોને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે ઇજાગ્રસ્તોને કોન્ટ્રાક્ટર દ્વારા કે નર્મદા યોજનાના અધિકારી દ્વારા કોઈ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ના હતા થોડા દિવસ અગાઉ આ બ્રિજ પાસે નર્મદા કેનાલમા ટ્રક ખાબકી હતી આ નર્મદા યોજનાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી કે આ કામગીરીમા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે આ બ્રિજના અને નર્મદા કેનાલના કામો તુટતા જોવા મળ્યા છે તો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને આ માટે એક કિલો મીટરનું ડાયવર્ઝન આપવામા આવ્યું છે તે બ્રીજ નબળા પડી ગયો છે અને બ્રીજ મા તિરાડ પડી ગઈ છે અને આ બ્રિજ પણ પડે તેમ છે આ બ્રિજ પણ વચ્ચેથી નમેલો જોવા મળે છે તો શું રાપર તાલુકામાંથી પસાર થઈ રહેલી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલના બ્રીજ કોઈનો ભોગ લે તે દિવસો દૂર નથી આજે આ નંદાસર બ્રીજ પર લોખંડની સ્લેબ ગોઠવી દેવામાં આવી હતી અને સિમેન્ટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ આ બ્રિજ તુટી પડયો હતો અને કામ કરતા મજૂરો ને ઇજા થઇ હતી તાત્કાલિક ગંભીર ઇજા પામેલા મજુરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને જેમા બે મજૂરો ગંભીર રીતે ઘવાયા હોવાનું ચોક્કસ સુત્રોએ જણાવ્યું હતું તો બે મજૂરોને સામાન્ય ઈજા પહોંચી હતી તેઓ બ્રીજ પાસે આરામ કરતાં હતા બ્રિજ ધરાશાયી થયાના અહેવાલો બાદ રાપર ઈન્ચાર્જ પીઆઈ જે. એચ. ગઢવી એ મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી છતાં કોઈ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ફરકયા ન હતા અને આ બ્રિજના બનાવ અંગે હાજર રહેલા બધાંજ મજુરો અને માણસોએ મોઢા સીવી લીધા હતા જીલ્લા કલેકટર દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ હાથ ધરે તો અનેકના પગ તળે રેલો આવે તેવી શક્યતા છે.