Home Current જૂનાગઢની પોલીસ-પત્રકારની બબાલમાં પુર્વ કચ્છનાં SPએ વોટ્સએપ ગ્રુપમાં શુ કર્યું ?

જૂનાગઢની પોલીસ-પત્રકારની બબાલમાં પુર્વ કચ્છનાં SPએ વોટ્સએપ ગ્રુપમાં શુ કર્યું ?

13390
SHARE
જયેશ શાહ. કચ્છ – જૂનાગઢમાં પોલીસ અને મીડિયા વચ્ચે થયેલા ઘર્ષણનાં રાજ્યભરમાં પડઘા પડ્યાં છે સામાન્ય રીતે આવી ઘટના સમયાંતરે બનતી રહી છે આ કોઈ નવી વાત નથી પરંતું આ વખતે પોલિસે સમગ્ર વાતને મન ઉપર લઇ લીધી છે ઉપરથી સુચના આવી છે કે નહીં તેં ખબર નથી, પરંતુ જૂનાગઢની ઘટનામાં સસ્પેન્સનની કાર્યવાહી બાદ પુર્વ કચ્છનાં એસપી સહીત તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પ્રેસ સાથે સંકળાયેલા વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા છે.
એક તરફ જયાં સરકાર ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે પુર્વ કચ્છ પોલીસ બેડા દ્વારા જૂનાગઢની ઘટના બાદ પ્રેસથી મોઢું ફેરવી લેવાની ઘટનાથી પ્રેસ વર્તુળોને આંચકો લાગ્યો છે પોલીસ તેની કામગીરી અંગે વોટ્સએપ ગ્રુપનો જ ઉપયોગ કરતી હતી મીડિયાને પણ તેનાથી ફાયદો થતો હતો બન્ને પક્ષની ગરજ તેમાં સરતી હતી એક વ્યવસાય સાથે સંકળાયેલા સમૂહમાં કોઈ એક સાથે દુર્વ્યવહાર થાય ત્યારે તેનો વિરોધ થવાની ઘટનાઓ ભારતમાં નવી નથી વકીલ, ડૉક્ટર, શિક્ષકો વગેરે જેવા સમુદાય દ્વારા તેમની ઉપર જ્યારે ખોટી રીતે કાર્યવાહી થઇ છે ત્યારે તેનો વિરોધ કર્યો છે પત્રકારોએ પણ એજ કર્યું છે એમા પોલીસે માઠું લગાડવાની જરૂર ન હતી કારણ કે આ એ જ પત્રકારો છે જેઓ તેમના કામને બિરદાવતા હતા જે તેમની સવેતન ડયુટી હોય છે એટીએસની મહિલા પીએસઆઇ દ્વારા જંગલમાં જઇને એક ખૂંખાર આરોપીને દબોચી લાવી ત્યારે આ જ પત્રકારોએ તેમના રંગીન ફોટા સાથે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા ખાખી વર્દીની પાછળ રહેલા માનવીય ચહેરાને લોકો સમક્ષ લાવવામાં મીડિયા ક્યાંય પાછું પડ્યું નથી ત્યારે એક સાહજિક ઘટનાને પગલે ગુજરાતનાં પત્રકારોએ સાંકેતિક વિરોધ કર્યો ત્યારે તેને મન ઉપર લેવાની જરૂર ન હતી.
કચ્છમાં બે પોલીસ બેડા છે એક ભુજમાં અને એક ગાંધીધામમાં એક તરફ જયાં ભુજનાં એસપી સૌરભ તૌલંબિયા આવેદનપત્ર આપવા આવેલા પત્રકારોને મળીને પશ્ચિમ કચ્છમાં પોલીસ અને પ્રેસ વચ્ચે ભવિષ્યમાં જૂનાગઢ જેવી ઘટના ન બને તેં માટે ચર્ચા કરે છે ત્યાં બીજી તરફ પુર્વ કચ્છના ગાંધીધામ મહિલા એસપી પરીક્ષિતા રાઠોડ કચ્છનાં પ્રેસ સાથે સંકળાયેલા એક પ્રેસ રિલીઝ નામનાં મોટા વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી જાય છે તેમની સાથે ગ્રુપમાં રહેલા અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ટપોટપ લેફ્ટ થતા જાય છે પુર્વ કચ્છ પોલીસની કાબીલેદાદ કામગીરી હોય કે ખુદ એસપી પરીક્ષિતા રાઠોડ દ્વારા અડધી રાતે અડધી ઠંડીમાં ઠઠરતા લોકોને કામળા ઓઢાડવાની સેવાકીય પ્રવૃત્તિ હોય તમામને આ ગ્રુપમાં રહેલા પત્રકારોએ બિરદાવી છે ત્યારે જૂનાગઢની ઘટનાને લઇને જેમની સાથે રાત દિવસનો નાતો છે તેવામાં મીડિયા સાથે મો ફેરવવાથી કોને ફાયદો કે નુકશાન થશે એ એક મોટો પ્રશ્ન છે ગરજ બન્ને પક્ષને છે અને બન્ને કાંચનાં ઘરમાં રહે છે જેમના થકી સામાન્ય લોકોને ફાયદો થતો હોય તેવા બે પક્ષ જ્યારે એકબીજાથી મો ફેરવી લેશે તો કલ્પના કરો કે કેવી સ્થિતી ઊભી થશે આમાં તો સરકારનું પણ ખરાબ લાગશે પત્રકારો પોલીસથી ડરતા નથી પરંતું લોકહિતમાં મોટુ મન રાખીને સાંજે લેફ્ટ થયેલા પુર્વ કચ્છના એસપી સહિતના લોકોને ફરીથી વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે પ્રેમમાં ઘણી તાકાત હોય છે એટલે આશા છે કે કચ્છનાં પત્રકારોના પ્રેમને કદાચ પોલીસ નકારશે નહીં.