Home Current પોલીસ-પત્રકાર ગ્રુપમાંથી ભલે લેફ્ટ થાય એક-મેકના દિલ માંથી લેફ્ટ નહીં થઈ શકે

પોલીસ-પત્રકાર ગ્રુપમાંથી ભલે લેફ્ટ થાય એક-મેકના દિલ માંથી લેફ્ટ નહીં થઈ શકે

1708
SHARE
મિત્ર એક મોટું ડિટેક્સન છે આવી જજો પોલીસ આવું રોજ કહે અને પત્રકાર પૂછે બીજી કાઈ નવા જુની આવા સંવાદ પોલીસ અને પત્રકાર વચ્ચે રોજના છે પણ જુનાગઢમાં બનેલી એક ઘટના એ પોલીસ અને પત્રકારને જાણે સામે સામે લાવી દીધા છે અને ઘટનાના પ્રત્યાઘાત એવા પડ્યા કે પત્રકારો એક થયા ઘટનાનો વિરોધ થયો અને લાઠી વીંઝનાર પોલિસ સામે પગલાં પણ લેવાયા જો કે હવે પોલીસ જાણે પત્રકારોના વિરોધમાં ઉતરી હોય તેમ પત્રકાર ગ્રુપમાંથી લેફ્ટ થઈ વિરોધ કર્યો છે જો કે પ્રત્યાઘત રૂપે પત્રકારો પણ પોલીસ ગ્રુપમાંથી લેફ્ટ થઈ રહ્યા છે પણ સવાલ અહીં એ છે કે વર્ષો થી એક મેક સાથે રહી પારિવારિક સંબંધો કેળવતા સમાજના એ અભિન્ન અંગ પોલીસ અને પત્રકાર એક મેકના દિલ માંથી લેફ્ટ થઈ શકશે..?

પોલિસને પણ સંવેદના વ્યક્ત કરવાનો હક પણ આ રીત યોગ્ય છે. ?

જુનાગઢમાં બનેલી ઘટના ચોક્કસ દુખદ હતી પત્રકારોનો વિરોધ માત્ર એ પોલિસ કર્મચારી અધિકારી સામે હતો જેમને આ ધટનાને બનવા દીધી પરંતુ પોલિસ પર કાર્યવાહી બાદ હવે પોલિસના ઉચ્ચ અધિકારીઓથી લઇ તમામ કર્ચમારીઓ સામુહીક રીતે પત્રકાર ગ્રુપમાંથી લેફટ થઇ રહ્યા છે જોકે તેના માટે તે સ્વતંત્ર છે પરંતુ અભિવ્યક્તિની આ રીત શુ યોગ્ય છે? પોલિસ કે પત્રકારોને ટકરાવ હોઇ શકે પરંતુ સમાજના બે મહત્વના અંગ એવા પોલિસ પત્રકારોને એકબીજાનો સામુહિક વિરોધ ન જ હોવો જોઇએ કેમકે આવુ અગાઉ પણ બન્યુ છે પરંતુ આ રીતે નહી…જો નિષ્પક્ષ વાત કરીએ તો પોલિસના ખરાબ પાસાની સાથે સારા પાસ પણ પત્રકારો જ દેખાડે છે અને પોલિસ પર હુમલો થાય ત્યારે સનસની માટે નહી પરંતુ સંવેદના સાથે અહેવાલો પ્રકાશીત કરે છે તો પત્રકારોએ ક્યારે એવા કહેવાતા પત્રકારોના સમર્થનમાં રાજ્ય વ્યાપી વિરોધ કર્યો નથી પરંતુ ખોટી રીતે હુમલા થાય તેનો વિરોધ કરે તો પોલિસે આવી પ્રતિક્રિયા ન આપવી જોઇએ એવુ આ લખનાર પત્રકારનુ અંગત માનવુ છે પરંતુ પોલિસ વિરોધ માટે સ્વતંત્ર છે.

સમાચાર સાથે વ્યવહાર તો કાયમી રહેવાના

આમતો પોલિસ અને પત્રકારની મિત્રતાના ઘણા બધા કિસ્સાઓ છે અને લખીએ તો આખુ પુસ્તક લખાય પરંતુ જ્યારે કોઇ ઘટના બનતી હોય છે ત્યારે પોલિસ-પત્રકારો કલાકો સુધી સાથે રહે છે તેવામાં સ્વાભાવીક છે એક બીજાની સમસ્યા,સ્વભાવ અને સમજદારીને નજીકથી સમજી જતા હોય છે તેથીજ અગાઉ બનેલી ઘટઓનામાં શાંતીપુર્ણ રીતે આવા વિવાદોને રૂટીન ગણી ભુલાવી દેવાયા છે અને તેની સામુહીક અસર બહુ જોવા મળી નથી પરંતુ તેમનાજ વિભાગે કરેલી સ્સપેન્સનની કાર્યવાહી બાદ પોલિસનુ ગ્રુપમાંથી લેફટ થવુ એ ક્યાંક એવો અંગુલીનિર્દેશ કરવાનો પ્રયત્ન છે કે પત્રકારો ખોટા છે અને તેમના ઉચ્ચ અધિકારીઓ પણ…જો કે વધુ લખી આપણે વિવાદમાં ધી નથી હોમવુ પરંતુ બન્ને પક્ષે વિરોધ પછી વ્યવહાર કાયમી રહેવાના કેમકે બન્ને સમાજ અને એકમેકના અભિન્ન અંગ છે.
વાત અહી પત્રકારના સમર્થન કે પોલિસના વિરોધની નથી કોઇ કોઇથી ડરતુ પણ નથી પોલિસના લેફટ થઇ જવાનુ ચોક્કસ કારણ પણ સમજાતુ નથી પરંતુ જો મિડીયાના દબાવમા સરકારે કે તેમના વિભાગે હુમલા પછી પોલિસ કર્મચારી પર કરેલી કાર્યવાહીનો પોલિસને રંજ હોય તો વિરોધ તે વિભાગનો થવો જોઇએ પત્રકાર ગ્રુપમાંથી લેફટ થઇ જવુ તે રસ્તો નથી કેમકે સારા અને દુખદ સમયે પોલિસ અને પત્રકારો હમેંશા સાથે રહ્યા છે અને રહેશે કેમકે આપણે માનીએ કે ન માનીએ સમાજ માટે આપણે સાથે રહીને કામ કરવુ જ પડશે એ આપણી સાચી ડ્યુટી છે
જય હિંદ