Home Crime આડેસર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કતલખાને લઈ જવાતા મુંગા પશુઓ સાથેની...

આડેસર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કતલખાને લઈ જવાતા મુંગા પશુઓ સાથેની ટ્રક ઝડપી – પશુઓને પાંજરાપોળમાં અપાયો આશરો

1931
SHARE
આડેસર પોલીસે ગત રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન પસાર થતી ટ્રક ન. GJ12 AU 9996ને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, શંકાસ્પદ ગતિવિધિ સાથે ટ્રક ચાલકે ટ્રકને ઉભી રાખવાને બદલે હંકારી દેતા આડેસર પીએસઆઇ લાંબરીયા અને સ્ટાફે પોલીસ જીપ સાથે ટ્રકનો પીછો કર્યો હતો હાઇવે ઉપર દોડતી ટ્રકનો ફિલ્મી ઢબે પોલીસ જીપે પીછો કરતાં હાઇવે ઉપર પણ ધમાચકડી મચી ગઇ હતી જોકે, અંતે ટ્રક ડ્રાઇવર ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી ૧૪ પશુઓ મળી આવ્યા હતા પશુ હેરફેર માટેની પરમીટ વગર ખૂબ જ ક્રૂર રીતે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા અને ઠાંસોઠાંસ ટ્રકની અંદર ભરેલા ૧૪ પશુઓ જેમાં ૧૦ ભેંસો, ૩ પાડીઓ અને એક પાડો હતા એ તમામને બચાવી લીધા હતા આ મુંગા પશુઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ પણ વ્યવસ્થા ન હોવાનું, તેમજ આ પશુઓના પગને રસ્સાથી ખીચોખીચ બાંધેલા ઉપરાંત તેમના મોં પણ ક્રૂર રીતે બાંધેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું પોલીસે તમામ મુંગા પશુઓને આડેસર પાંજરાપોળમાં દાખલ કરાવી તેમની સારસંભાળ લેવાય તેવી તકેદારી સેવી હતી ૮ લાખની ટ્રક અને ૧.૨૫ લાખના પશુઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ટ્રક ચાલક ઉપરાંત તપાસ દરમ્યાન જે કોઈની સંડોવણી નીકળે તે તમામ વિરુદ્ધ પ્રાણી અત્યાચાર ધારા સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુંગા પશુઓને કતલખાને લઈ જતા અટકાવીને જીવદયા દર્શાવતી આ કામગીરી આડેસર પીએસઆઇ વી.જી. લાંબરીયા અને અન્ય પોલીસ કર્મીઓ ડુંગરભારથી ગોસ્વામી, મહેશ પટેલ, કાન્તિસિંહ રાજપૂત, ભાણજીભાઈ પ્રજાપતિ સહિતના સ્ટાફે કરી હતી.