દેશભરમાં છવાયેલા મોદી મેજીક બાદ ઠેર ઠેર જીતની ઉજવણી થઈ રહી છે ત્યારે વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયે પણ “મોદી વિજય”ને ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવ્યો હતો.
UK ના કવિન્સબરી ખાતે ગુજરાતી અને કચ્છી સમુદાયે ભારતમાં ફરી આવેલી સત્તા અને નરેન્દ્ર મોદીની જીતને વધાવીને પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો UK સ્થિત સૂર્યકાન્ત જાદવાએ news4kutch ને જણાવ્યું હતું કે આ ઉજવણીમાં 300થી પણ વધુ મોદીના ચાહકો પોતાની ખુશી વ્યક્ત કરવા એકઠા થયા હતા DJના તાલે અને તિરંગાના સથવારે સૌએ મોદીના સૂત્રો સાથે વિજયોત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે પોતાના UKના કાર્યક્રમ માટે પહોંચેલા ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, માયાભાઇ આહીર, પણ આ ઉજવણીમાં જોડાયા ત્યારે ઉજવણીની ખુશીમાં ચાર ચાંદ લાગ્યા હોય તેમ સૌ લોકો ઢોલ અને સંગીત સાથે ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે યુકે સાંસદ ગેરેથ થોમસ, કાઉન્સિલર અજય મારુ અને ગુરુજી રાજુભાઈ જોડાયા હતા મીરા વિલેજ રેસ્ટોરન્ટ મધ્યે થયેલા આ આયોજનમાં મીઠાઈ, ગોટા અને ચા સાથે યુવક, યુવતીઓ સહિતના અગ્રણીઓએ મોડી રાત સુધી ઉજવણી કરી અને પોતાની લાગણી અને ખુશી વ્યક્ત હતી.