Home Crime જખૌ IMBL નજીક ઝડપાયેલા 1000 કરોડના ડ્રગ્સ મામલે ચોંકવનારા ખુલાસા : જાણો...

જખૌ IMBL નજીક ઝડપાયેલા 1000 કરોડના ડ્રગ્સ મામલે ચોંકવનારા ખુલાસા : જાણો જથ્થો લાવનાર સફદ્દરઅલી શેખની વાત

2288
SHARE
પંજાબના પઠાણકોટ પર આંતકીઓએ કરેલા હુમલા પછી જાણે પાકિસ્તાનથી ગુજરાતના માર્ગે ડ્રગ્સ માફીયાઓ કરોડો રૂપીયાનો ડ્રગ્સ ઘુસાડતા હોય તેવુ ચિત્ર ડ્રગ્સ ઝડપાવાની છેલ્લી કેટલીક ઘટનાઓ પરથી લાગી રહ્યુ છે જે અંગે અગાઉ પ્રથમવાર ન્યુઝ4કચ્છે અહેવાલ પ્રગટ કર્યો હતો ત્યારે વધુ એક ઘટના તાજેતરમાં ડ્રગ્સ ઝડપાવાની કચ્છમાં બની છે 3 દિવસ પહેલાજ કોસ્ટગાર્ડેની મદદથી ડી.આર.આઇએ આ ઓપરેશન પાર પાડ્યુ હતુ અને કરોડો રૂપીયાના ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાની નાવીકોની અલ મદીના બોટ સાથે ધરપકડ કરાઇ હતી જો કે ત્યાર બાદ ગુપ્ત રીતે તેની તપાસ ચાલી રહી હતી જેમા આજે ઝડપાયેલા 6 શખ્સોને 3 દિવસના રીમાન્ડની માંગણી સાથે ભુજ કોર્ટમા રજુ કરાયા હતા સ્પેશીયલ સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામીની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી કરાયેલી દલિલ બાદ કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા જો કે રીમાન્ડ પહેલાજ એજન્સીઓએ કરેલી પ્રાથમીક પુછપરછમાં ચોંકવનારા ખુલાસા થયા છે અને રીમાન્ડ દરમ્યાન વધુ ખુલાસા થાય તો નવાઇ નહી.

તો 15 દિવસ પહેલાજ ગુજરાત કાંઠેથી કરોડોનુ ડ્રગ્સ ઘુસી જાત

અગાઉ માંડવી ત્યાર બાદ ફરી અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સના કિસ્સાઓથી એક તરફ એજન્સીઓ વધુ સચેત બની છે ત્યાં બીજી તરફ જથ્થો ઝડપાયા બાદ તપાસમા ચોંકવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે હજુ થોડા સમય પહેલા ATS અને કોસ્ટગાર્ડે કરેલા સંયુક્ત ઓપરેશનમા કરોડો રૂપીયાનું ડ્રગ્સ ઝડપાવા સાથે અફઘાની શખ્સ પકડાયો હતો જેમા તપાસ દરમ્યાન તેણે કચ્છના પિંગ્લેશ્વર નજીકથી મોટો જથ્થો ભારતમા ઘુસાડ્યાની કેફીયત આપી હતી તેવામાં 3 દિવસ પહેલા ઝડપાયેલા ડ્રગ્સ મામલે પણ આવુજ કઇક સામે આવ્યુ છે ઝડપાયેલા 6 પાકિસ્તાની પૈકી બોટના ટન્ડેલ એવા મુખ્ય ભેજાબાજની પુછપરછમા તે 15 દિવસ પહેલા 11 લોકો સાથે ગુજરાતના દરિયામાં આવ્યો હોવાની કબુલાત તેણે તપાસ દરમ્યાન કરી છે જો કે તે સમયે ભારત તરફથી કોઈ કેરીયર માલ લેવા ન આવતા તે પરત ફર્યો હતો જો કે 15 દિવસ બાદ ફરી તેણે ખેંપ મારવાનો પ્લાન કર્યો પરંતુ તે પકડાઇ ગયો.

સફદ્દરઅલી શેખ માસ્ટટ માઇન્ડ : અનેક રાઝ ખુલી શકે છે

ઝડપાયેલા 6 પાકિસ્તાની શખ્સોની પુછપરછ પછી પ્રાથમીક તપાસમા સફદ્દરઅલી શેખ આ કિસ્સામા માસ્ટર માઇન્ડ છે 21 તારીખે જખૌ IMBL નજીક જથ્થો ઝડપાયો અને ત્યાર બાદ થયેલી તેની પુછપરછમાં તે 15 દિવસ પહેલા અન્ય 11 શખ્સો સાથે ગુજરાતમા ડ્રગ્સ લઇ આવ્યો હતો. પરંતુ સામે કોઇ જથ્થો લેવા ન આવતા તે પરત ફર્યો હતો ફરી ડ્રગ્સ માફીયાઓ સાથે નક્કી થયા મુજબ તે કરાચીથી ગુજરાત માટે આવ્યો હતો જેમા અન્ય 5 નવા વ્યકતિ તેની સાથે હતા જો કે તે ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયો હતો. જો કે હજુ તે એજન્સીને તપાસમા સહયોગ આપતો નથી અને વારંવાર નિવેદન ફેરવતો હોવાથી એજન્સી આગવી ઢબે તેની પુછપરછ કરી રહી છે અને તેની તપાસમા વધુ કેટલાક ચોંકવાનારા ખુલાસા થઇ શકે છે.

તપાસ દરમ્યાન ડ્રગ્સની કિંમત 1000 કરોડ 

એજન્સીઓની તપાસમાં જે ડ્રગ્સની પ્રાથમીક કિંમત 500 કરોડથી વધુ અંકાઇ હતી તેની સચોટ કિંમત તપાસ પછી 1000 કરોડ રૂપીયા પહોંચી છે બ્રાઉન હેરોઇન જેવા આ ડ્રગ્સની ભારે ડિમાન્ડ છે જો કે તે ઝડપાઇ ગયુ પરંતુ પાકિસ્તાની શખ્સો પાસેથી ઝડપાયેલા 5 સેલ ફોન અને મુખ્ય ભેજાબાજ એવા સફદ્દરઅલીની પુછપરછ ચાલુ છે એજન્સીને શંકા છે કે જે રીતે કાર્યવાહી દરમ્યાન અમુક જથ્થો દરિયામાં ફેંકી દેવાયો તે રીતે સેટેલાઇટ ફોન પણ આ પાકિસ્તાની પાસે હતો તો પ્રાથમીક તપાસમા એવુ પણ ખુલ્યુ છે કે જે જથ્થો લેવા ભારત આવવાનો હતો તેને કોર્ડ અપાયો હતો મહમંદ રમઝાન આમ આ કિસ્સામા પ્રાથમીક તપાસમાંજ મોડસઓપરેન્ડીથી લઇ ડ્રગ્સ માફીયાના ઇરાદાઓ ખુલી રહ્યા છે ત્યારે તપાસ દરમ્યાન ભારતમાથી જથ્થો લેનાર અને પાકિસ્તાનથી જથ્થો મોકલનાર અંગે મોટી માહિતી રીમાન્ડ દરમ્યાન મળી શકે એમ છે.
દાણચોરી,અને હથિયારોની ઘુસણખોરી માટે કચ્છ પંકાયેલુ છે પરંતુ હવે જાણે ડ્રગ્સ માફીયાઓ માટે ગુજરાત અને કચ્છની રેઢી દરિયાઇ સરહદ ટ્રાન્જીસ્ટ પોઇન્ટ બની હોય તેમ ડ્રગ્સની હેરફેર માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે જોકે એજન્સીઓ તેને રોકવાના પૂરતા અને ચોક્કસ પ્રયત્નો કરી રહી છે પરંતુ અત્યાર સુધીની તપાસ પછી એટલુ ચોક્કકસ છે કે મોટો જથ્થો એજન્સીઓના નાક નીચેથી ભારતમાં ડ્રગ્સ માફીયાઓએ ઘુસાડી દીધો છે જો કે આશા છે 6 પાકિસ્તાની ઓની પુછપરછ પછી એજન્સીઓ તેના મુળ સુધી ચોક્કસ પહોંચશે.