ભુજ થી દર ગુરુવારે વાયા પાલનપુર થઈને દાદર જતી ટ્રેનમાં ગાર્ડ ઉપરની હુમલાની ઘટનાએ ચકચાર સર્જી છે ભુજ થી સાંજે ૬/૩૦ વાગ્યે ઉપડેલી ટ્રેન નંબર ૧૨૯૬૦ ભુજ દાદર ગાંધીધામથી તેના નિયત સમયે ૮ વાગ્યે ઉપડ્યા બાદઆ ટ્રેનમાં ફરજ ઉપર રહેલા ગાર્ડ એસ.પી. ગૌતમ ચીરઈ સ્ટેશનેથી પોતાના કોચમાં ગાયબ હોવાનું જણાતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી ભીમાસર બાદ ગાર્ડ તરફથી ચીરઇ સ્ટેશને ગાર્ડ તરફથી સિગ્નલ ન મળતા ગાર્ડ પોતાના કોચમાં ન હોવાનું બહાર આવ્યું હતું ગાર્ડ ગુમ થયાના બનાવની જાણ થતાં ટ્રેનને ભચાઉ ખાતે રોકી દેવાઈ હતી અને રેલવે પ્રશાસન દ્વારા ગાર્ડની શોધખોળ આદરાઈ હતી શોધખોળના અંતે ભચાઉ નજીકના રેલવે ટ્રેક પર ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક વિગત મુજબ ભીમાસર ચીરઈ વચ્ચે કોઈ શખ્સે ગાર્ડને ચાલુ ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો જોકે પાગલ જેવા લાગતા એક શકમંદ શખ્સને ભચાઉ રેલવે સ્ટેશન ખાતે પકડી લેવાયો હતો આ બનાવનાં પગલે ગાંધીધામ સ્થિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ, રેલવે પોલીસ, આર.પી.એફ.ના જવાનો ભચાઉ ધસી ગયા હતા.
ગાંધીધામથી છેલ્લા જનરલ કોચમાં ચડેલો એક પાગલ જેવો શખ્સ બારીમાંથી ગાર્ડના કોચમાં ઘૂસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાર્ડના કોચમાં બન્ને વચ્ચે બબાલ થયા બાદ પાગલ લાગતા શખ્સે ગાર્ડના કોચમાં તોડફોડ પણ કરી હતી આ શખ્સે ગાર્ડને ટ્રેનમાંથી ધક્કો દીધો હોય એવી શંકા દર્શાવાઈ છે આ શખ્સ ગાર્ડના કોચમાંથી ઊતરી એન્જિનમાં પણ ઘૂસી ગયો હતો
આ શંકાસ્પદ શખ્સને હાલ ભચાઉ રેલવે સ્ટેશને રકી દેવાયો છે અને આર.પી.એફ. અને જીઆરપી દ્વારા તેની પૂછપરછ શરૂ કરાઈ છે અને આ બનાવ અકસ્માતનો છે કે હત્યાનો તેનો ઉકેલ મેળવવાની દિશામાં પોલીસે વ્યાયામ આદર્યો છે.
અત્યારે વેકેશનો સમય હોઈ મુંબઈ જતી તમામ ટ્રેનો ફૂલ છે હુમલાની આ ઘટનાને પગલે ટ્રેનના પ્રવાસીઓમાં પણ ભયની લાગણી ફેલાઇ જવા પામી છે.