Home Crime ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં થશે મોટુ તલાશી અભિયાન,...

ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં થશે મોટુ તલાશી અભિયાન, જાણો કેવી રીતે થશે જોઈન્ટ સર્ચ ઓપરેશન

881
SHARE
જયેશ શાહ. ગાંધીધામ : 21મી મેના રોજ જખૌના દરિયામાંથી ડ્રગ્સના પેકેટ પકડાયા તે પછી આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું હતુ કે તેમણે બે સેટેલાઈટ ફોન તથા 135 જેટલા પેકેટ દરિયામાં ફેંકી દીધા હતાં જે છેલ્લા ત્રણેક દિવસથી ક્રીક એરિયામાંથી પોલીસને છુટ્ટા છવાયા મળી રહ્યા છે જેને કારણે સમગ્ર એરિયાને કોર્ડન કર્યા પછી તેમાં એક જોઈન્ટ સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કરવામા આવ્યુ છે.
રવિવારે વહેલી સવારથી કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં આ કવાયત કરવામા આવશે જેમાં કચ્છ પોલીસ ઉપરાંત બીએસએફ તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડ તલાશી અભિયાન હાથ ધરશે જે અત્યાર સુધીની કદાચ આ સૌથી મોટી કાર્યવાહી હોવાનુ માનવામાં આવી રહ્યું છે.
કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં પડેલા ડ્રગ્સનાં પેકેટ કોઈ નિર્દોષ હાથમાં ન જતા રહે અથવા તો કોઈ નાપાક તત્વો તેનો દુરઉપયોગ ના કરે તે માટે જોઈન્ટ ઓપરેશન થકી દરિયામાં રહેલા પેકેટને શોધવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે જોઈન્ટ સર્ચ ઓપેરેશનનાં આશય અંગે ગુજરાતની બોર્ડર રેંજનાં ઇન્સપેક્ટર જનરલ-આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનનાં વિસ્તારમાં તૈયાર થયેલું ડ્રગ્સ કચ્છનાં દરિયાઇ માર્ગે શ્રીલંકા તરફ જઇ રહ્યુ હતુ તે દરમિયાન જહાજને દરિયામાં આંતરીને તેમાંથી કરોડો રૂપિયાનું મોટુ કન્સાઈંનમેન્ટ પકડી પાડવામાં આવ્યું હતુ ડ્રગ્સના પેકેટ પકડાયા તે પહેલા 136 જેટલા પેકેટને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા જે છેલ્લા ત્રણ દિવસથી પોલીસને મળી રહ્યા છે રોજ મળતા ચાર-પાંચ જેટલા ડ્રગ્સના પેકેટને લીધે પોલીસનો વધુ સમય જઇ રહ્યો છે એટલે એક સાથે કચ્છનાં સમગ્ર જળ વિસ્તારને ચેક કરવા ઉપરાંત ક્રીક જેવા એરિયામાં કયાંય કોઈ ખામી દેખાય તો તેને દુરસ્ત કરવાના આશયથી જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું આઇજી ડી.બી.વાઘેલાએ ઉમેર્યું હતુ.
ચુનંદા 150 જેટલા પોલીસના ખાસ જવાનો ઉપરાંત મરીન પોલીસ તથા ભારતીય તટરક્ષક દળ તેમજ સીમા સુરક્ષા દળ સાથે કેવી રીતે સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવશે તેનો ચિતાર આપતા પશ્ચિમ કચ્છ પોલીસના ઇન્ચાર્જ એસપી બી.એમ.દેસાઈએ જણાવ્યું હતુ કે, કચ્છની સી બોર્ડર ઉપરાંત ક્રીક એરિયાને પાંચથી સાત કિલોમીટરના એરિયામાં વહેંચી દેવામાં આવી છે જેને નખત્રાણાનાં ડેપ્યુટી એસપી યાદવની સીધી દેખરેખ હેઠળ સેક્ટર પાડીને ડિવાઇડ કરી દેવામાં આવ્યું છે રવિવારે સવારે 6.30 વાગ્યાથી તલાશી અભિયાન હાથ ધરવામાં આવશે જે મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના છે કોસ્ટગાર્ડ તથા બીએસએફ જહાજો ઉપરાંત સ્પીડબોટ થકી કચ્છનાં સમગ્ર દરિયાઇ વિસ્તારનાં એકેએક ભાગનું આ ઓપરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવશે તેમ ઇન્ચાર્જ એસપી શ્રી દેસાઈએ ઉમેર્યું હતુ.