Home Crime બી-ડીવીઝન પોલિસ નજીકજ ચાલતો હતો આંકડાનો ધંધો રેડ એલ.સી.બી ને કરવી પડી

બી-ડીવીઝન પોલિસ નજીકજ ચાલતો હતો આંકડાનો ધંધો રેડ એલ.સી.બી ને કરવી પડી

1028
SHARE

દારુ હોય કે જુગાર બી-ડીવીઝન પોલિસની હદ્દમા તેને લઇને અંસખ્ય ફરીયાદો ઉઠતી રહી છે અને તેની સામે કાર્યવાહી પણ થતી રહી છે પરંતુ આજે બી-ડીવીઝન પોલિસ સ્ટેશન નજીક જ ચાલતા આંકડાના કારોબાર પર પચ્છિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચને દરોડો પાડવો પડ્યો હતો ઈન્ચાર્જ એસ.પીની સુચનાથી આ કાર્યવાહી કરાઇ હતી જેમા બી-ડીવીઝન પોલિસ સ્ટેશન નજીક આવેલ એક ગેરેજમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે અલ્તાફ રમજુ સના નામના ઈસમને મુંબઇ ઓપન બજારનો આંકડાનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો LCB એ અલ્તાફ સના પાસેથી રોકડ આંકડાનું સાહિત્ય એક મોબાઇલ અને રોકડ 5,360 કબ્જે કરી છે જો કે નાનકડો કહી શકાય એવો આ આંકડાનો કારોબાર બી-ડીવીઝન પોલિસ સ્ટેશનથી નજીક જ ચાલતો હતો પરંતુ સ્થાનીક પોલિસ અને તેના મોટુ નેટવર્ક ધરાવતો ડી સ્ટાફ તેનાથી બે-ખબર હતો અને LCB ને કાર્યવાહી કરવી પડી

આંકડોનો કારોબાર હાયટેક એક આરોપી ફરાર

આંકડાના આ દરોડામા પ્રાથમીક તપાસમા ઝડપાયેલ અલ્તાફ સના સાજીદ સમેજા પાસેથી આંકડા કટીંગ કરાવતો હોવાનુ સામે આવ્યુ છે જે ફરાર છે તો તપાસમા એવુ પણ સામે આવ્યુ છે કે ઝડપાયેલ શખ્સ આંકડાના કારોબારમા વોટ્સઅપ જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરી આંકડાનો જુગાર રમાડતો હતો જે પણ પોલિસે હસ્તગત કર્યા છે જો કે હવે જોવુ એ રહ્યુ કે જેને આ મામલે કાર્યવાહી બાદ તપાસ સોંપાઇ છે તે આગળ શુ તપાસ કર છે અને જેમની હદ્દમા આ આંકડો ઝડપાયો છે તમનુ ઉચ્ચ અધિકારીઓ પુછાણુ લે છે કે નહી