Home Crime માંડવીના મસ્કામાં 2 શખ્સોએ સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

માંડવીના મસ્કામાં 2 શખ્સોએ સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

17763
SHARE
ભુજમાં ઘાતક હથિયાર સાથે ફાયરિંગની ઘટના હજી તાજી છે ત્યાં આજે માંડવીના મસ્કા ગામે એક યુવાન પર અંગત અદાવતમાં 2 બાઈક સવાર યુવકોઈ ફાયરિંગ કરતા એક યુવકનું મોત થયું છે પ્રાથમિક તપાસમાં યુવક પર અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે અને ફાયરિંગ કરનાર તથા મુત્યુ પામનાર યુવક બને એક જ સમાજના હોવાનું સામે આવ્યું છે અને યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં ગામના અને સમાજના આગેવાનો બનાવ સ્થળે ધસી ગયા હતા તો માંડવી પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે ગામ અને સમાજ માં મોટું નામ ધરાવતા યુવક આશિષ મારાજના મોતના સમાચારે સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી છે જો કે બનાવ નું ચોક્કસ કારણ શોધવા સાથે આરોપીને ઝડપવા પોલીસે કવાયત શરૂ કરી છે.