Home Crime ચાલુ કારમાં માધાપરનો બુકી ભારત-વેસ્ટઈન્ડિઝની મેચનુ સટ્ટા બેટિંગ કરતો ઝડપાયો

ચાલુ કારમાં માધાપરનો બુકી ભારત-વેસ્ટઈન્ડિઝની મેચનુ સટ્ટા બેટિંગ કરતો ઝડપાયો

1253
SHARE
ટીમ ઇન્ડિયાનો સતત ૬ ઠ્ઠો વિજય થતા ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર ચરમસીમાએ છે ક્રિકેટના આ હોટ ફીવર વચ્ચે ચાલુ કારમાં ચાલી રહેલું ક્રિકેટનું સટ્ટા બેટિંગ પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યું હતું ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ બાતમીના આધારે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ તથા વોચમાં હતા તે દરમ્યાન ઇન્દ્રવીલા સોસાયટી, નવાવાસ, માધાપરમાં રહેતો સાગર વિનોદભાઇ મારૂ પોતાની કબ્જા માલીકીની સ્વીફટ કાર નં. GJ-12-CG-6228 વાળીમાં ઇંગલેન્ડ ખાતે વર્લ્ડ કપની ભારત/વેસ્ટઇંડીઝ વચ્ચેની ૫૦ ઓવરની લીગ મેચમાં રન તથા ઓવરના તફાવત સબંધે ચાલુ વાહનમાં ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોનમાં રૂપીયાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યો હતો ત્યારે ભચાઉ-દુધઇ રોડથી માધાપર તરફ આવી રહેલી તેમની કારને લાખોંદ ટોલનાકા પાસે વોચ દરમ્યાન રોકીને તપાસ કરતા આરોપી સાગર વિનોદભાઇ મારૂ તથા રાહુલ નટવરલાલ પ્રજાપતિ તા.ર૭/૦૬/ર૦૧૯ ના રોજ ચાલી રહેલી ભારત/વેસ્ટઇંડીઝ વચ્ચેની લીગ મેચનો સટ્ટો ક્રિકેટ માજા નામની એપ્લીકેશન ઉપર લેતા હતા. જેમાં ખેલીઓ પાસેથી રન-ઓવરના ભાવનો તફાવત અંગે હાર-જીતનો જુગાર રમાડતા હતા. પોલિસે તેમની તપાસ હાથ ધરતા તેના કબ્જામાથી મુદામાલ અને રોકડા રૂા.૧૯,પ૭૦/-મોબાઇલ ફોન નંગ-૬, કિ.રૂા.૧૯,૦૦૦/- જુગાર ખાના તરીકે ઉપયોગમાં લીધેલ સ્વીફટ કાર નં. GJ-12-CG-6228 ની કિ.રૂા.૧,૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂા.૧,૮૮,૫૭૦/-ના મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ (૧) સાગર વિનોદભાઇ મારૂ, ઉ.વ.૨૭, રહે.ઇન્દ્રવીલા સોસાયટી, નવાવાસ, માધાપર, તા.ભુજ. (ર) રાહુલ નટવરલાલ પ્રજાપતિ, ઉ.વ.૨૮, રહે.ચૈતન્યધામ સોસાયટી, રીલાયંસ પંપની સામે, નવાવાસ, માધાપર, તા.ભુજને જુગાર ધારાની કલમ-૧૨ મુજબ અટક કરી પધ્ધર પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.