Home Current ગાંધીનગર પહોંચે તે પહેલાંજ કોંગ્રેસની કિસાન સંવેદના યાત્રાને સાણંદ પાસે અટકાવી દેવાયાનો...

ગાંધીનગર પહોંચે તે પહેલાંજ કોંગ્રેસની કિસાન સંવેદના યાત્રાને સાણંદ પાસે અટકાવી દેવાયાનો આક્ષેપ – પોલીસે કરી અટક

667
SHARE
રવિવારે ગાંધીધામથી શરૂ થયેલી કોંગ્રેસની કિસાન સંવેદના યાત્રા આજે ગાંધીનગર પહોંચે તે પહેલાંજ પોલીસે સાણંદ પાસે કોંગ્રેસના કાર્યકરોની અટક કરી લીધી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ચેતન જોશીના જણાવ્યા પ્રમાણે કિસાન સંવેદના યાત્રાને સાણંદ પાસે અટકાવી દેવાઈ છે યાત્રા સાથે જઈ રહેલા કચ્છ અને અમદાવાદના કોંગ્રેસ આગેવાનોને પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને આજે સવારે જ સાણંદ પાસે અટકાવી દેવાયા છે કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ ચેરમેન પાલભાઈ આંબલિયા, કચ્છના આગેવાનો યજુવેન્દ્રસિંહ જાડેજા, રફીક મારા,સંજય ગાંધી, ગની માંજોઠી, ચેતન જોશી સહિત ૫૦ થી ૬૦ જેટલા કાર્યકરોને અટકાવી દેવાયા છે આ યાત્રા આજે બપોરે ગાંધીનગર પહોંચવાની હતી સાણંદ પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ યાત્રા સાથે જોડાય તે પહેલાંજ કોંગ્રેસી કાર્યકરોને પોલીસે અટકાવી દીધા હતા પ્રવક્તા ચેતન જોશીએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસની ફોજ ખડકીને ભાજપ સરકારે કિસાન સંવેદના યાત્રાને અટકાવી દીધી છે મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ ઉપરાંત પાક વીમા સહિતના મુદ્દે રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ હોવાનો અને ખેડૂતોના ભોગે કૌભાંડીઓને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કિસાન સંવેદના યાત્રાનું આયોજન કર્યું હતું કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લાઓનો પ્રવાસ પૂરો કરી કોંગ્રેસની આ યાત્રા આજે અમદાવાદ જિલ્લામાં પ્રવેશી ત્યારેજ અટકાવી દેવાઈ હતી આજે બપોરે આ યાત્રા ગાંધીનગર પહોંચવાની હતી જ્યાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન હતું.