Home Social 31 કલાક નોબત વાદન દ્વારા એકત્રિત થયેલી રકમ શહીદોના ફંડમાં અર્પણ કરાઈ

31 કલાક નોબત વાદન દ્વારા એકત્રિત થયેલી રકમ શહીદોના ફંડમાં અર્પણ કરાઈ

1404
SHARE
શ્રી ભૂતનાથ સેવાસંસ્થાન ટ્રસ્ટ,(ખારીનદી)ભુજ દ્વારા પુલવામા(કાશ્મીર)માં શહીદ થયેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને એમના પરિવારજનો ને નાણાકિય મદદરૂપ થવા માટે 2 દિવસ ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના મહામંત્રી શ્રી શૈલેષ જાની કે જેઓ અગાઉ પણ સેવાકિય પ્રવૃતિઓ માટે 48 કલાક , 24 કલાક , 15 કલાક , 13 કલાક અખંડ નોબત વાદન કરી ચુક્યા છે તેઓ પુલવામાં વીર શહિદ જવાનોના પરિવારોને નાણાકિય મદદ માટે 31 કલાક અખંડ નોબતવાદન કર્યું હતું અને એમની સાથે કરછ ગુજરાતના નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી , ઓસમાણ મીર , યોગેશ પુરી ગોસ્વામી , સમરથસિંહ સોઢા ,દેવરાજ ગઢવી (નાનો ડેરો), ગીતાબેન રબારી , હરિ ગઢવી , નિલેશ ગઢવી , તેજદાન ગઢવી , સંદીપ બારોટ , જયેશ ચૌહાણ ,રવિ બારોટ , રમેશ જોશી વગેરે કલાકારોની સાથે કચ્છના તમામ ડાયરા- સંતવાણીના સાજીંદાઓ અને ભુજ, કચ્છ જીલ્લાના આર્ટિસ્ટ એસોસિએનના કલાકારોએ 31 કલાક દરમ્યાન, ઘુન, સંતવાણી, દેશભક્તિના ગીતો , મંત્ર જાપ દ્વારા તેમજ કચ્છના જાણીતા ભાગવત કથાકાર પૂ. કશ્યપ શાસ્ત્રી દ્વારા શાંતિ યજ્ઞ દ્વારા શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમ દરમ્યાન એકત્ર થયેલી કુલ રકમ 14,51,000 પૈકી 5,00,000 પબ્લિક પાર્ક કલબ ભુજ,1,11,111 શ્રી ધનસુખભાઈ હરજી લીંબાણી મુળ માનકુવા-કરછ હાલે મસ્ક્ત વાળા તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી મળેલા દાન અને ઘોરની રકમ રૂ. 8,40,000 આજ રોજ માનનીય કચ્છ કલેકટરશ્રી રેમ્યા મોહન મારફતે શહીદ નિધિ ફંડમાં જમા કરાવવામાં આવ્યા હતા જે માટે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખશ્રી ગજેન્દ્રસિંહ જાડેજાની સાથે જેમણે 31 કલાક અખંડ નોબત વાદન કર્યું હતું એવા ટ્રસ્ટના મહામંત્રી શૈલેષ જાની, ભુજના સામાજિક અગ્રણીશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છના તમામ મીડિયા મિત્રો અને ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં ઉપરોક્ત રકમના ચેક શહીદ નિધિ ફંડ માટે કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તન , મન અને ધનથી સેવા આપનાર દાતાશ્રીઓ, કલાકાર મીત્રો , સંસ્થાના કાર્યકરો , વિવિધ એજન્સીઓ , મીડિયામીત્રો ,સરકારી અધિકારીશ્રીઓ તમામનો આ સાથે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં ભૂતનાથ સેવાસંસ્થાન ટ્રસ્ટના આમંત્રણને માન આપી રમેશ લાલજી પટેલ મસક્તથી ખાસ હાજર રહીને રૂ. 51000 નું યોગદાન આપ્યું એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરતાં શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે તેઓ મસ્ક્તમાં રહીને સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સહયોગી બનતા રહ્યા છે.