ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરતી બે અલગ અલગ ગેંગને ઝડપીને ૧૨ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કંડલાથી ખારી રોહર જતી હિંદુસ્તાન પેટ્રોલીયમની પાઇપ લાઈનમાં પિલર નંબર ૨૦૩/૨૦૪ પાસેથી ઓઇલ ચોરી કરતા પાંચ શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા ઓઈલચોરો અભુ આમદ ખોડ (ટપ્પર), કાસમ ઇબ્રાહિમ કુંભાર (ભચાઉ), રાજેશ પરબત રબારી (ભીમાસર), અલ્તાફ આમદ કોરેજા (ખારી રોહર), જુસબ રમજુ કુંભાર (ટપ્પર) પાસેથી પોલીસે ડીઝલ સહિત વાહનો સાથે કુલ ૧૨ લાખ ૩૧ હજાર ૬૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૧૯૨૦ લીટર ડીઝલ કિ. રૂ., ૧,૨૮,૬૪૦, ૫૪ કેરબા, નળીઓ, બે વાહનો બોલેરો જીપ કિં. રૂ. ૫ લાખ, આઈ 20 કાર કિ.રૂ. ૬ લાખ નો સમાવેશ થાય છે. જયારે અન્ય કિસ્સામાં વધુ બે ઓઈલચોરોને પોલીસે ઝડપી તેમની પાસેથી ૨૪૫ લીટર ડિઝાલનો જથ્થો કિં. રૂ. ૧૬,૪૧૫ જપ્ત કર્યો હતો આરોપીઓ અબ્બાસ કેસર સોઢા અને મુસ્તાક અબુ કકલ બન્ને રહે. ખારીરોહરની ધરપકડ પોલીસે કરી હતી આ કામગીરી આઈજી ડી.બી. વાઘેલા અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી પીઆઇ જે.પી. જાડેજા અને સ્ટાફે પાર પાડી હતી.