Home Current કચ્છી ગાયિકા ગીતા રબારીએ PM મોદીને સંભળાવ્યું તેમની ફરમાઈશનું ગીત – જાણો...

કચ્છી ગાયિકા ગીતા રબારીએ PM મોદીને સંભળાવ્યું તેમની ફરમાઈશનું ગીત – જાણો PM મોદીએ ગીતા રબારી માટે શું કહ્યું?

1734
SHARE
જાણીતા કચ્છી લોકગાયિકા ગીતા રબારીએ દિલ્હી મધ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને કચ્છી માડુઓ વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી જોકે, પોતાની આ મુલાકાત વિશે ગીતા રબારીએ શું કહ્યું એ જાણીએ તે પહેલાં એ વાત કરી લઈએ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા રબારી માટે શું કહ્યું? વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગીતા રબારીને ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા ગણાવીને આ મુલાકાતને યાદગાર ગણાવી હતી. ટ્વીટર ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નરેન્દ્ર મોદીએ ગીતા રબારી સાથેની મુલાકાત વિશે ટ્વીટ કરતા કહ્યું કે, મેં તેને નાની વયે ગાતા સાંભળ્યા બાદ તેણે ખૂબ જ પ્રગતિ કરી છે ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા તરીકે આજે તેને મળતા આનંદ થયો છે ગીતા રબારી જેવા વ્યક્તિઓ આપણા સમાજ માટે પ્રેરણા રૂપ છે એક સામાન્ય પરિવારમાંથી આવતી કચ્છની દિકરીએ લોકસંગીત ક્ષેત્રે પોતાના સમર્પણ દ્વારા જે સિદ્ધિ મેળવી છે, એ આજની યુવા પેઢીને રાહ ચીંધે છે.
ગીતા રબારીએ પોતાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે જાણીતી ન્યૂઝ એજન્સી એએનઆઈને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ મુલાકાત તેમના માટે યાદગાર રહી, પોતે ૨૦૧૭ માં મોદીસાહેબ માટે લખેલું ગીત તેમને આજની મુલાકાત દરમ્યાન ગાઈ સંભળાવ્યું હતું જોકે, ગીતા રબારીના પિતા કાનાભાઈ રબારીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી માટે દરેકને પોસ્ટકાર્ડ લખ્યા હતા મોદી સાહેબનું પોસ્ટકાર્ડ તેમને પોતાના ગામ ટપ્પર મધ્યે મળ્યું હતું જેને પગલે કાનાભાઈએ એ સમયે બાલિકા એવા ગીતાબેનને ભણવા માટે પ્રાથમિક શાળામાં મુક્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથેની મુલાકાત પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ભાજપના આગેવાન જેમલ રબારી અને ગીતાબેન રબારીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈનું રબારી પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું. ગીતાબેનની વડાપ્રધાન સાથેની મુલાકાતની તસવીરો અને વિડિઓ શોશિયલ મીડિયામાં વહેતા થતા જ તેમના ચાહકોમાં ગૌરવની લાગણી જોવા મળી હતી સાથે સાથે કચ્છ ગુજરાત અને વિદેશમાંથી પણ ગીતાબેનને અભિનંદનનો પ્રવાહ વહેતો થયો હતો.
ગીતાબેન રબારીનો પ્રતિભાવ જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો