Home Social માંડવી પોલીસે રાત્રે ફૂટપાથ ઉપર સુતેલા બે બાળકોને શંકાના આધારે ઉઠાડી પૂછપરછ...

માંડવી પોલીસે રાત્રે ફૂટપાથ ઉપર સુતેલા બે બાળકોને શંકાના આધારે ઉઠાડી પૂછપરછ તો કરી.. – પણ પછી શું થયું?

2105
SHARE
એક તો માસુમ ઉંમર તેમાં રાત્રે ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ફૂટપાથ ઉપર સુઈ રહ્યા હોય ત્યારે પોલીસદાદા દંડો પછાડીને બાળકોને કરડાકી સાથે પૂછપરછ કરે તો શું થાય? સ્વાભાવિક છે કે બાળકો ડરી જાય, સુરજ અને રાહુલના કિસ્સામાં પણ એવું જ થયું હવે સઘળી હકીકત જાણીએ તે પહેલાં આ કિસ્સો ક્યાંનો છે,તે વિશે પણ વાત કરી લઈએ વાત માંડવીની છે અહીં રાત્રે બે જીપમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમ એસ.ટી. બસ સ્ટેશન રોડ પાસે પહોંચી તો શું જોયું? બે બાળકો ફૂટપાથ ઉપર સુતા હતા સ્વાભાવિક પણે પોલીસે પહેલી દ્રષ્ટિએ પરપ્રાંતીય લાગતા એવા આ બન્ને અજાણ્યા બાળકોની શંકાના આધારે પ્રાથમિક પૂછપરછ કરી પણ, પીએસઆઇ એ.સી. બારૈયાની અનુભવી આંખ એ પારખી ગઈ કે આ બાળકો કંઈ કહેવા માંગે તો છે, પણ ડરેલા છે એટલે પેટ્રોલિંગમાં રહેલા અન્ય ચાર પોલીસ કર્મીઓ દીપકભાઈ, ગીરીશભાઈ, જશરાજભાઈ અને વિજેન્દ્રસિંહની સાથે પીએસઆઇ શ્રી બારૈયાએ બન્ને બાળકોને સાંત્વના સાથે ધરપત આપી જોકે, બન્ને બાળકો ડરેલા હતા પણ પોલીસની હૂંફ અને સંવેદનાપૂર્ણ માનવીય અભિગમથી તેમની હિંમત ખુલી અને તેમણે પોલીસને પોતાની વાસ્તવિકતા કહી દીધી એક તબક્કે નાની ઉંમરના આ બન્ને બાળકોની વાસ્તવિકતા જાણીને પોલીસને પણ ચિતા થઈ હતી પરંતુ, માંડવી પોલીસની ટીમે સંવેદના સાથે આ બન્ને બાળકો કે જે સગા ભાઈઓ હતા તેમને સલામતીનો ભરોસો આપી અને તેમની મુશ્કેલી દૂર કરવાની દિશામાં કામ શરૂ કર્યું બન્ને બાળકો સુરજ રાજુસિંઘ થાપા અને રાહુલ રાજુસિંઘ થાપા પોતાને ઘેરથી નાસીને માંડવી પહોંચ્યા હતા બન્ને ભદ્રેશ્વર (મુન્દ્રા)માં રહેતા તેમના માં-બાપ થી રિસાઈને ઘર છોડી નાસી છૂટ્યા હતા જોકે, ઘર છોડીને નાસી છુટવાનું કારણ સ્કૂલના અભ્યાસ અંગે માતા પિતાએ આપેલ ઠપકો હતો આટલી વાસ્તવિકતા જાણ્યા બાદ પોલીસ માનવીય સંવેદના સાથે બન્ને બાળકોનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવવાની દિશામાં કાર્યરત બની ભદ્રેશ્વર રહેતા રાજુસિંઘ થાપા અને તેમના પત્ની સુનિતાસિંઘનો કોન્ટેકટ કર્યો પોતાના બન્ને બાળકો સલામત છે એવું જાણીને માં-બાપ દોડતા માંડવી પોલીસ સ્ટેશને પહોંચી આવ્યા બે બાળકો અને માં-બાપનું મિલન થયું ત્યારે ખાખી વર્દીધારી પોલીસ સહિત ભાવનાત્મક એવી આ ક્ષણોએ સૌની આંખોમાં હર્ષાશ્રુ આણી દીધા આજે નાના બાળકો ગુમ થવાની સમસ્યાથી રાજ્ય સરકાર પણ ચિંતિત છે, ત્યારે ઘર છોડનારા બાળકોનું પુનઃ પોતાના પરિવાર સાથે મિલન કરાવી એક સુંદર માનવતાપૂર્ણ કાર્ય કરનાર માંડવી પોલીસની ટીમને ન્યૂઝ4કચ્છના સૌ વાચકો વતી અભિનંદન.