Home Current સખત ગરમી વચ્ચે વાગડથી સારા સમાચાર – રાપરમાં ધીમી ધારે વરસાદ, કેરા,...

સખત ગરમી વચ્ચે વાગડથી સારા સમાચાર – રાપરમાં ધીમી ધારે વરસાદ, કેરા, પુનડીમાં ઝરમર

1348
SHARE
કચ્છમાં સખત બફારા અને ગરમી વચ્ચે વાગડથી સારા સમાચાર છે ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી આજે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ વાગડ વિસ્તારમાં ધુળ ની ડમરીઓ સાથે મેઘરાજા નું આગમન થયું હતું અને જોતજોતામા ગાજવીજ સાથે વરસાદ ધીમીધારે પડ્યો હતો અને શહેરના રસ્તાઓ ઉપર પાણી વહી નિકળ્યા હતા ગાજવીજ સાથે મેઘરાજા નું આગમન થતાં લોકો ખુશખુશાલ થઈ ગયા છે એકાદ કલાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો આ વરસાદના લીધે રાપરમાં ગત મહિને થયેલા વરસાદ સમયે વાવેતર કરાયું હતું તે ઉભા પાકને ફાયદો થશે આજે પડેલા અડધાથી પોણો ઇંચ વરસાદના લીધે સખત ગરમી વચ્ચે વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી રાપરની આજુબાજુના ગામો નીલપર, ખીરઈ, આડેસર, નંદાસર, ભીમાસર સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડયાંના અહેવાલો પ્રાપ્ત થઇ રહયા હતા આ લખાય છે ત્યારે ગાજવીજ વચ્ચે વરસાદનો માહોલ સર્જાયો છે, અને વરસાદ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે જોકે, વરસાદ દરમ્યાન રાપરમાં વીજ પુરવઠો આવ જાવ કરતાં લોકો ને મુશ્કેલી પડી હતી.

ભુજના આકાશમાં વીજળીના ચમકારા વચ્ચે કેરા, પુનડીમાં અમીછાંટણા

સખત ગરમી વચ્ચે ભુજમાં આજે સાંજ પછી વીજળીના ચમકારા થતાં લોકોમા વરસાદની આશા બંધાઈ છે તો, કેરા અને પુનડીના ન્યૂઝ4કચ્છના વાચકોએ સાંજે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોવાની વાત કરી હતી જોકે, દુષ્કાળના આ સમયમાં કચ્છી માડુઓ મેઘરાજાની કૃપા ઝંખે છે.