Home Crime ભચાઉ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે બાળકોના અરેરાટી ભર્યા મોત –...

ભચાઉ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે બાળકોના અરેરાટી ભર્યા મોત – નહાવા પડ્યા બાદ ડૂબ્યા

881
SHARE
ભચાઉની નર્મદા કેનાલમાં આજે સવારે બે બાળકો ડૂબી જતાં અરેરાટી છવાઈ ગઈ છે આ ઘટના ભચાઉ નજીક આવેલ લોધેશ્વર ચોકડી નજીક નર્મદા પંપિંગ સ્ટેશન પાસે બની હતી અહીં લોધેશ્વર ચોકડી પાસે રહેતા શ્રમજીવી પરિવારના બન્ને બાળકો કેનાલમાં નહાવા પડ્યા હતા ત્યારે ડૂબી જતાં તેમના કરુણ મોત નિપજ્યા હતા આ ઘટનાને પગલે સ્થળ ઉપર લોકો એકઠા થઇ ગયા હતા પોલીસ અને ભચાઉ નગરપાલિકા દ્વારા ફાયર ફાઇટર તેમજ તરવૈયાઓની મદદ લેવાઈ હતી ભારે શોધખોળના અંતે બન્ને બાળકો સદામ ફિરોઝ શેખ (ઉ.૧૬) અને રવિ રમેશ દેવીપૂજક (ઉ.૧૦) ના મૃતદેહ મળી આવ્યા હતા એક સાથે બબ્બે માસુમોના મોતના બનાવથી શ્રમજીવી પરિવારોમાં કલ્પાંત છવાઈ ગયો હતો બન્નેની લાશને ભચાઉ સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાયું હતું.