અ.નિ. મહંત સદગુરુ પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજીના શિષ્ય શાસ્ત્રી સ્વામી લક્ષ્મણજીવનદાસજી શ્રીહરિનું અખંડ સ્મરણ કરતાં ૬૪ વર્ષની વયે આજે ગુરુવારે રાત્રે ૮/૩૦ વાગ્યે અક્ષરવાસી થયા છે તેમની અંતિમયાત્રા શુક્રવાર તા/૨૬/૭ ના સવારે ૮ વાગ્યે ભુજ સ્વામિનારાયણ મંદિરેથી નીકળશે ૬૪ વર્ષીય અક્ષરવાસી શાસ્ત્રી સ્વામી લક્ષમણજીવનદાસજીએ ૧૯૭૭ માં સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરી હતી, તેમણે ૪૨ વર્ષ સુધી દીક્ષા પાળી હતી તેમના અવસાનથી સ્વામિનારાયણ સંપ્રદાયને મોટી ખોટ પડી છે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ. ધર્મનંદનદાસજી, પાર્ષદ શ્રી જાદવજી ભગત સહિતના સંતો, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ દેશ વિદેશના હરિભક્તોએ ઊંડા શોકની લાગણી અનુભવી છે તેમની ગુણાનુવાદ સભા દિનાંક : ૨૭/૦૭/૨૦૧૯, શનિવારે સવારે ૮:૦૦ કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર – ભુજ (કચ્છ) મધ્યે રાખવામાં આવેલ છે જેની સમસ્ત સત્સંગ સમુદાયે નોંધ લેવી.