અથર્વ ફાઉન્ડેશન સાથે બોમ્બે પોર્ટે કરેલી અપીલને પગલે દીનદયાળ પોર્ટ દ્વારા ૧૦૦ લેપટોપનું વિતરણ કરાયું હતું આજે સમગ્ર દેશ જ્યારે શહીદ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશના ૧૨ મહાબંદરોએ દેશદાઝભરી પહેલ કરી છે આ અંગે વાત કરતા દીનદયાળ પોર્ટ (કંડલા) ના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટિયાએ કારગિલ વિજય દિવસને ધ્યાને લઈને દેશના ૧૨ મહાબંદરોને અપીલ કરી છે કે, શહીદ પરિવારોના બાળકોના ઉજ્જવળ અભ્યાસ માટે લેપટોપ અર્પણ કરીને શહીદ સૈનિકોને વીરાંજલી અર્પણ કરીએ આ સમગ્ર પહેલ બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અથર્વ ફાઉન્ડેશન મુંબઈના ચેરમેન સુનિલ રાણેએ કરી છે બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટિયાની અપીલને પગલે દિનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાએ ડીપીટી તરફથી શહીદ પરિવારો માટે ૧૦૦ લેપટોપ અર્પણ કર્યા છે બોમ્બે પોર્ટ ટ્રસ્ટની ઓફિસમાં મુંબઈ મધ્યે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને બીપીટી તેમજ ડીપીટીના ચેરમેનની ઉપસ્થિતમાં અથર્વ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ લેપટોપ અર્પણ કરાયા હતા.