Home Social કચ્છનાં ભૂતપૂર્વ મહિલા સાંસદને કારણે ભાજપની સરકારનું માથું ઝૂકી જાય તેવી ઉભી...

કચ્છનાં ભૂતપૂર્વ મહિલા સાંસદને કારણે ભાજપની સરકારનું માથું ઝૂકી જાય તેવી ઉભી થયેલી સ્થિતિ

1132
SHARE

પોતાનાં સંસદ સભ્ય તરીકેના સમયગાળા દરમિયાન ભાગ્યેજ લોકોનાં અને ખાસ કરીને સ્થાનિક  પ્રશ્નો અંગે ખુલીને નહીં બોલનારા કચ્છનાં પૂર્વ મહિલા સંસદ સભ્યને કારણે રાજ્યની ભાજપ સરકારનું માથું ઝૂકી જાય તેવું લાગી રહ્યું છે. તેનું કારણ છે તેમનો પત્ર !!! પૂર્વ સાંસદ પૂનમબેન જાટ દવારા પૂર્વ કચ્છમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ અંગે પોલિસ ને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારો અને અસામાજિક તત્વો ને ગાંધીધામના મહિલા એસપી ભાવનાબેન પટેલનો ડર ના રહ્યો હોય તેવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. એવું નથી કે, પૂનમબેન જાટ દ્વારા આવું પ્રથમ વાર કહેવામાં આવ્યું છે. અગાઉ પણ તેમના સંગઠનના નેજા હેઠળ પૂનમબેન દ્વારા પૂર્વ કચ્છમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ ઉપરાંત મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારો વિશે જાહેરમાં અવાજ ઉઠાવવામાં આવી ચુક્યો છે. તેમનો સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો થયા પછીની અત્યાર સુધી કરવામાં આવેલી બધી રજૂઆતો એકદમ સાચી છે. પરંતુ સવાલ એ છે કે ,તેમણે આ બધી વાતો પોતાના સાંસદ તરીકેના સમયગાળા દરમિયાન કેમ ઉઠાવી નહોતી ??