સોમવારથી જામેલા વરસાદી માહોલને આજે બુધવારે ત્રીજો દિવસ થયો ત્રણ દિવસમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ ઘણી જગ્યાએ રાહત તો ઘણી જગ્યાએ આફતરૂપ પણ બન્યો છે ખાસ કરીને કચ્છના ગામોના તળાવો અને ડેમો જે તળિયા ઝાટક થઈ ગયા હતા ત્યાં નવા નીર આવતા હરખના વધામણાં કરાઈ રહ્યા છે કચ્છ જિલ્લા સિંચાઈ વિભાગની સત્તાવાર આંકડાકીય માહિતી પ્રમાણે કચ્છના ૧૪ મોટા ડેમમાં નવા નીર આવ્યા છે તો, નાની સિંચાઈના ૬૦ ડેમમાં નવા પાણી આવ્યા છે તો, ધોધમાર વરસાદને પગલે અબડાસાના કોઠારામાં પાણી ભરાયા હતા જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા કોઠારાની મુલાકાતે પહોંચ્યા હતા અને તંત્રનું ધ્યાન દોરી લોકોને મદદરૂપ બન્યા હતા આ ઉપરાંત અબડાસાના સાનધ્રો, સુથરી, વિંઝાણમાં પણ પાણી ભરાતા ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા હતા આ વખતે એક જ તાલુકામાં એક-બે ગામોમાં ધોધમાર વરસાદ તો બાજુના ગામોમાં ઝરમર ઝરમર વરસાદ હોય એવું ઘણી જગ્યાએ બન્યું હતું વરસાદને કારણે ધોરડોના સફેદ રણમાં પણ પાણી ભરાયા છે જોકે, એક દુઃખદ બનાવમાં ભુજના લોડાઈ ગામે ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત નિપજ્યા હતા દરમ્યાન ડૂબવાની દુર્ઘટનાઓથી બચવા તળાવ, પાણી ભરાયેલા ખાડાઓથી દુર રહેવું જોઈએ તેમજ તેમાં ન્હાવાનું ટાળવું જોઈએ.