જન સેવા સંસ્થા મુન્દ્રા દ્વારા જૈન સમાજના ક્ષમાપના પર્વ સવંતસરીની ગરીબ બાળકો સાથે ઉજવણી કરાઈ હતી. જન સેવા સંસ્થા સાથે કોસ્ટલ પોલીસ મથકના યુવા પીએસઆઈ એસ.એ.ગઢવી સ્લમ વિસ્તારના નાના બાળકોની વચ્ચે પહોંચ્યા હતા અને બપોરે નાના બાળકોને સ્પેશિયલ ખારીભાત અને મોતી ચૂર લાડુનું ભોજન કરાવાયું હતું. મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના હાલ માંજ આવેલા પીએસઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે દીન દુખીયા લોકોની સેવા કરવી ખૂબ જ કઠિન છે અને ખાસ તો સેવાકીય પ્રવૃત્તિ માટે સમય આપવો ખૂબ જ કઠિન છે. ભૂખ્યા ને અન્ન આપો ઍ જન સેવા ના ઉદેશ્યને તેમણે બિરદાવ્યો હતો. આ પ્રસંગે પીએસઆઈ શ્રી ગઢવીની સાથે કોસ્ટલ પોલીસ મથકના મહેન્દ્ર સિંહ જાડેજા જન સેવાના અસલમ માંજોઠી અને રાજ સંઘવી જોડાયા હતા.