Home Current ભુજના સ્ટેશન રોડ ઉપર મોતનો ખાડો – ભુજ પાલિકાએ બનાવેલા રસ્તાઓ તૂટી...

ભુજના સ્ટેશન રોડ ઉપર મોતનો ખાડો – ભુજ પાલિકાએ બનાવેલા રસ્તાઓ તૂટી રહ્યા છે, તો ગટરના પાણીથી રસ્તાઓ ઉભરાય છે

1431
SHARE
એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ અને બીજી બાજુ ભુજ નગરપાલિકાનો ભ્રષ્ટાચારથી લથબથતો વહીવટ!! ભુજ નગરપાલિકાના ભાજપના શાસકોએ ભાજપની પ્રતિષ્ઠાને દાવ પર મૂકીને ભ્રષ્ટાચારની પહેલી પસંદગી કરી છે ભુજની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, હવે નવા બનાવેલા રસ્તાઓ પણ વાહનચાલકો અને લોકો માટે જોખમકારક બનતાં જાય છે આજે ભુજના સ્ટેશન રોડ ઉપર એકાએક જાહેરમાર્ગ ઉપર ભુવો પડી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અહીંના દુકાનદારોની વાત માનીએ તો આ રસ્તો હમણાં જ નવો બનાવાયો હતો નવા બનેલા આ જાહેર રોડ ઉપર પડેલો ભુવો જાણે મોતના ખાડા જેવો ઊંડો અને પહોળો છે જો, કોઈ તેમાં ભૂલે ચુકે પડે તો બચે નહીં, તેમાંયે વરસાદની આ સીઝનમાં જો રોડ ઉપર પાણી ભરાય તો આ રસ્તો બેસી જાય એટલું જ નહીં પણ આ ખાડો કોઈનો ભોગ લે તેવી પરિસ્થિતિ છે તો, ભુજના પ્રમુખસ્વામીનગરમાં આશાપુરા સ્કૂલ પાસે પણ ગટરના ખાડા પુરાયા પછી નવો બનાવેલો રોડ માત્ર એક મહિનામાં બે વાર બેસી ગયો છે. જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેના ચાર રસ્તા ઉપર પણ એટલા બધા નાના નાના ખાડા છે કે, વાહનચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલીભર્યું છે એવીજ પરિસ્થિતિ ભાજપ કાર્યાલય અને ઘનશ્યામનગરને જોડતા રોડની છે. ત્યાંથી પસાર થવું એ હિમાલયન કાર રેલી જેવું અઘરું છે.
ચોમાસા પહેલાં ગટરના કામના નામે ખર્ચાયેલા રૂપિયા ક્યાં ગયા? આ સવાલ લોકોનો છે મોટા મોટા ખાડા અને પહોળા પહોળા પાઇપો નાખ્યા પછી પણ ભુજના મોટા ભાગના રસ્તાઓ ઉપર ગટરના પાણી વહી રહ્યા છે લોકોના આરોગ્યને જોખમમાં મુકનાર ભુજ પાલિકાના શાસકોએ પોતાના અંગત લાભ અને ભ્રષ્ટાચાર માટે ભાજપની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી નાખ્યું છે.
ભુજ પાલિકાના ભ્રષ્ટ શાસન સામે સવાલો કરતાં કોંગ્રેસી આગેવાન રફીક મારા અને માનસી શાહે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને ટકોર કરતા કહ્યું હતું કે, ભુજના બ્યુટીફીકેશનની વાતો કરનાર ધારાસભ્ય જાતે ભુજનો વિકાસ જોવા નીકળે તો ખબર પડે લોકોની લાચારી કેવી છે જોકે, કડવી વાસ્તવિકતા એ છે કે, કચ્છ ભાજપના પ્રમુખ, સાંસદ, રાજયમંત્રી, ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓ પણ ભુજ પાલિકાના ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને ભુજની પ્રજાની લાચાર પરિસ્થિતિ સામે મૌન છે.