ભુજ બાર એસોસિએશન દ્વારા ભુજ કોર્ટના બે જજોના વર્તન સામે નારાજગી દર્શાવીને કામકાજનો બહિષ્કાર કરાયો છે. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોશીના જણાવ્યા પ્રમાણે આજે હડતાલનો ત્રીજો દિવસ છે. વકીલોએ આજે લોક અદાલતનો બહિષ્કાર કર્યો છે. બાર એસોસિએશને એડિશનલ જજ પી.એસ. ગઢવી અને ત્રીજા એડિશનલ જજ એમ.એમ. પટેલ દ્વારા વકીલો સાથે અશોભનીય વર્તન કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. હડતાલના કારણે કચ્છ જિલ્લાની મુખ્ય અદાલત એવી ભુજની તમામ કોર્ટના કેસો અટકી ગયા છે.