Home Current ભુજમાં સંથારો સીજી ગયો – ૨૮ મા ઉપવાસે સમાધિપૂર્વક સંથારો સિજ્યો –...

ભુજમાં સંથારો સીજી ગયો – ૨૮ મા ઉપવાસે સમાધિપૂર્વક સંથારો સિજ્યો – કાલે રવિવારે પાલખીયાત્રા

852
SHARE
ભુજમાં ધર્મનુરાગી સુશ્રાવિકા માતૃશ્રી પાંચીબેન અનોપચંદ મહેતાનો સંથારો આજે શનિવારે રાત્રે ૮/૩૦ વાગ્યે સમાધિપૂર્વક સીજી ગયો છે. ૨૮ ઉપવાસની અનશનવ્રતની ઉગ્ર આરાધના કરનાર ૯૨ વર્ષીય પૂ. પાંચીબેનની પાલખીયાત્રા આવતીકાલે રવિવારે સવારે ૯/૩૦ વાગ્યે નીકળશે. ભુજના તળાવશેરી મધ્યે આવેલ છ કોટી જૈન અતિથિગૃહ મધ્યેથી તેમની પાલખીયાત્રામાં સમસ્ત કચ્છ અને કચ્છ બહારથી જૈન સમાજના શ્રાવક તેમજ શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાશે.