Home Current રાપરના વોન્ટેડ ભાજપ નેતાને પકડો અને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરો – કચ્છ...

રાપરના વોન્ટેડ ભાજપ નેતાને પકડો અને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરો – કચ્છ કોંગ્રેસે કરી માંગ

1872
SHARE
કચ્છ જિલ્લા કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે કચ્છ ભાજપ ઉપર રાજકીય પ્રહારો સાથે પોલીસ તંત્ર સામે સવાલો કરતી અખબારી યાદી પ્રસિદ્ધ કરીને રાજકીય હલચલ સર્જી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસની સાથે રાપર શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા ગુનેગાર રાજકીય વ્યક્તિઓને છાવરવામાં આવે છે. રાપરના ભાજપના આગેવાન અને રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢા ઉપર હત્યાનો ગુનો દાખલ હોવાનો, મુંબઈ પોલીસ તેમને શોધતી હોવાનો અને રાપરમાં હુમલા અંગેનો કેસ હોવા છતાંયે તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનું જણાવીને કોંગ્રેસે ગુનાહિત પ્રવૃત્તિ બદલ હઠુભા રાણાજી સોઢાની પોલીસ દ્વારા ધરપકડ કરવા તેમજ રાપર પાલિકાના ઉપપ્રમુખ તરીકે તેમને ગેરલાયક ઠરાવવાની માંગ કરી છે.