ભુંજના કોંગ્રેસી મહિલા આગેવાન સોનિયા કિશોર ઠકકર દ્વારા તેમના માધાપરના સર્વોદય ગ્રાઉન્ડ પાસે આવેલા મકાન ઉપર ભુજ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને ૭ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. માધાપરની કેવલ હોમ્સ સોસાયટીમાં સોનીયાબેન કિશોરભાઇ ઠક્કર પોતાના ઘરમાં મહિલાઓ તથા પુરૂષોને ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતાં હોવાની બાતમીને આધારે પોલીસે તેમના ઘરમાં ચલાવાતી જુગાર કલબ ઝડપી પાડી હતી. સોનિયાબેન કિશોર ઠકકર કોંગ્રેસ વતી ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ઉભા રહી ચૂક્યા છે. પોલીસે ઝડપેલા જુગાર રમતા આરોપીઓમાં (૧) સોનીયાબેન કિશોરભાઈ ઠકકર ઉવ.૪૨( રહે.સરવોદય ગ્રાઉન્ડ પાસે કેવલ હોમ્સ નવાવાસ માધાપર ભુજ), (૨) જ્યોતી ઉર્ફે મીરા ઈમરાન માજોઠી ઉવ.૩૨ (રહે. આર.ટી.ઓ.સર્કલ, હનુમાન મંદીરની બાજુમા ભુજ), (૩) મંજુલાબેન શંકરગર ગોસ્વામી (ઉવ.૪૩ રહે.રામકિશન કોલોની હોસ્પીટલ રોડ ભુજ), (૪) કિશોરભાઈ મોહનલાલ ઠકકર (ઉવ.૫૭ રહે. સરવોદય ગ્રાઉન્ડ પાસે, કેવલ હોમ્સ નવાવાસ માધાપર ભુજ), (૫) સંજય મોહનગર ગોસ્વામી ઉવ.૨૧ (રહે.રામકુષ્ણ કોલોની ભુજ), (૬) વસીમ હસનઅલી યમની (ઉવ.૩૨ રહે.કોવલ હોમ્સ સરવોદય ગ્રાઉન્ડ ની બાજુમા માધાપર ભુજ), (૭) કુલદીપ પ્રકાશભાઈ શર્મા (ઉવ.૨૬ રહે.રામકુષ્ણ કોલોની સર્વોદય ગ્રાઉન્ડ ની બાજુમા માધાપર ભુજ) નો સમાવેશ થાય છે. પોલીસે આ ખેલીઓ પાસેથી રોકડા રૂા.૧૭,૭૫૦/- અને ધાણીપાસા નંગ-૨ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આઈજી સુભાષ ત્રિવેદી, ડીએસપી સૌરભ તોલંબિયા, ડીવાયએસપી જે.એન.પંચાલના માર્ગદર્શન અને સૂચના હેઠળ ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.ચૌહાણ, પો.સબ.ઇન્સ વાય.પી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદિપસિંહ વીક્રમસિંહ, પો.હેડ.કોન્સ. હરીશચંદ્રસિંહ બળવંતસિંહ, શીવરાજસિંહ પ્રવીણસિંહ, પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ તથા મહિલા પો.કોન્સ. કિરણબેન રાજાભાઇ એ દરોડાની આ કામગીરી પાર પાડી હતી.