Home Crime કોઠારામાં સિકંદર મીઠુ બાવાનું દેશી બંદૂકનું કારખાનુ ઝડપાયું, દીપડાનું માથું, ગેરકાયદેસર લાકડું,...

કોઠારામાં સિકંદર મીઠુ બાવાનું દેશી બંદૂકનું કારખાનુ ઝડપાયું, દીપડાનું માથું, ગેરકાયદેસર લાકડું, કાર્બન જપ્ત – સરહદી વિસ્તારમાં ખળભળાટ

1579
SHARE
આઈજી સુભાષ ત્રિવેદીની ઇફેક્ટ કચ્છમાં પૂરેપૂરી વરતાઈ રહી છે. પૂર્વ કચ્છમાં ઓઇલ માફિયા, ખનિજ માફિયા અને બુટલેગરો સામે સપાટો બોલાવ્યા બાદ હવે પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં લાંબા સમયે પોલીસે બોલાવેલા સપાટાએ ખળભળાટ સર્જ્યો છે પશ્ચિમ કચ્છ ડીએસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી અને નલિયા પોલીસે સયુંકત રીતે હાથ ધરેલી કામગીરીમાં કોઠારામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપી પાડી હતી પોલીસે કોઠારાથી નલિયા અને જખૌ જતાં ત્રણ રસ્તા ઉપર આવેલી ખુશ્બુ કાર્બન ઈન્ડસટ્રીઝમાં તપાસ દરમ્યાન ત્યાં સિકંદર મીઠુ બાવા પઢીયાર (નુંધાતડ) દ્વારા ચાલવાતું દેશી બંદૂકનું કારખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે સિકંદર મીઠુ બાવા અહીં ગેરકાયદે દેશી બંદૂક બનાવીને તેનું વેંચાણ કરતો હતો તે ઉપરાંત પોલીસે અહીંથી દીપડાનું માથું અને ચામડું ઝડપી પાડ્યું હતું પોલીસની તપાસ દરમ્યાન ખુશ્બુ કાર્બન ફેક્ટરીમાંથી ગેરકાયદેસર ૫ હજાર કિલો લાકડાનો જથ્થો તેમજ ૧૦ હજાર કિલો કાર્બન પાવડર પણ મળી આવતા પોલીસે તરત જ નલિયા વન વિભાગને જાણ કરતાં આરએફઓ આર.કે.સોઢાએ વન વિભાગ વતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પોલીસે પણ ગેરકાયદેસર બંદૂક બનાવવા માટેની સામગ્રી ઉપરાંત એક ભાલા સહિત ૮૮૮૩/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સિકંદર મીઠુ બાવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની આ કામગીરીમાં એસઓજી પીએસઆઇ કે.બી. જાડેજા, નલિયા પીએસઆઇ એસ.એ. ગઢવી તેમજ ભુજ એસઓજી, એલસીબી અને નલિયા પોલીસનો સ્ટાફ જોડાયો હતો. કચ્છના સરહદી વિસ્તાર અબડાસા, લખપતમાં લાંબા સમય પછી પોલીસના સપાટાએ ચર્ચા સાથે ચકચાર સર્જી છે.