મુન્દ્રા નજીક લુણી ગામ પાસે છકડા અને બાઇક વચ્ચેના માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા શુક્રવારે લુણીના ગણેશ મંદિર મધ્યે મહેશ્વરી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાત્રે સમૂહ લગ્નના કાર્યક્રમ માં હાજરી આપ્યા બાદ બાઇક ઉપર પોતાને ઘેર જઈ રહ્યા હતા ત્યારે છકડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલા આ માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. મૃતક યુવાનોના નામ અજય મેઘજી મહેશ્વરી (ઉ.૨૧, રહે. આદિપુર) અને પ્રવીણ ગોપાલ મહેશ્વરી (ઉ.૨૩, અંજાર) હોવાનું જાણવા મળે છે. આ અંગે મુન્દ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.