Home Crime જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ફરાર મનીષા ગોસ્વામી, તેનો મિત્ર સુજીત ભાઉ ઝડપાયા...

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ફરાર મનીષા ગોસ્વામી, તેનો મિત્ર સુજીત ભાઉ ઝડપાયા – કચ્છમાં થયેલ ‘હનીટ્રેપ’ના રહસ્યો ખુલે તેવી ચર્ચા

2615
SHARE
જેન્તી ભાનુશાલી હત્યા કેસના ફરાર આરોપીઓ મનીષા ગોસ્વામી અને સુજીતભાઉને દસ મહિના પછી ઝડપવામાં રેલવે પોલીસે સફળતા મેળવી છે. જોકે, આ બન્નેને ઝડપવા માટે સીટ દ્વારા સયુંકત ટીમ બનાવાઈ હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે મનીષા અને સુજીત બન્ને સાથે ઉત્તરપ્રદેશના અલ્હાબાદથી ઝડપાયા હતા તેઓની વોચમાં રહેલી પોલીસ ટીમે પૂર્વ બાતમી સાથે પુરી તૈયારી કરીને મનીષા અને તેના મિત્ર સુજીત બન્નેને એક સાથે અલ્હાબાદના દારાજંગ વિસ્તારમાં તેઓ એક સાથે જ્યાં રહેતા હતા ત્યાંથી ઝડપી પાડયા હતા કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જેન્તી ઠકકર ‘ડુમરા’ બન્ને રાજકીય મોટા માથાઓ ઝડપાઇ ચુક્યા છે આ ઉપરાંત છબીલ પટેલની વાડીએ કામ કરતા તેમના પારિવારિક સ્વજનો અને વેવાઈ પણ સીટની તપાસ દરમ્યાન આ જ કેસ સંદર્ભે અલગ અલગ ઝડપાઇ ચુક્યા છે જોકે, પોલીસની તમામ પૂછપરછ દરમ્યાન મનીષા ગોસ્વામીની ભૂમિકા મુખ્ય હોવાનું સામે આવ્યું હતું, તેમજ પુના (મહારાષ્ટ્ર) ના તેના મિત્ર એવા સુજીતભાઉ અને મનીષા બન્નેની નવી મૈત્રી તેમજ જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઘનિષ્ઠ સંડોવણી હોવાનું ખુલ્યું હતું છબીલ પટેલ, જેન્તી ઠકકર ‘ડુમરા’ બન્ને મનીષા ગોસ્વામી સાથે લાંબા સમયથી સંપર્કમાં હતા અને સુજીતભાઉથી પણ પરિચિત હતા એ પણ તપાસ દરમ્યાન બહાર આવ્યું હોઈ જેન્ત્તી ભાનુશાલીની હત્યામાં આ તમામ કડીઓ એકબીજા સાથે જોડાયેલી હોવાનું પોલીસે પણ તપાસ દરમ્યાન ખુલાસો કર્યો હતો.

મનીષા પાસે ‘હનીટ્રેપ’ ના રહસ્યો

જો, કચ્છના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વાતોને સાચી માનીએ તો, મનીષા ગોસ્વામી પાસે હનીટ્રેપના અનેક રહસ્યો ધરબાયેલા છે જે કચ્છ, ગુજરાતના મોટા રાજકીય આગેવાનો અને અધિકારીઓના ચહેરા પરના નકાબ ચીરી શકે એમ છે અલબત્ત હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને કેવા કડાકા ભડાકા થાય છે, એ હવે ખબર પડશે પણ, અત્યાર સુધીની તપાસમાં હનીટ્રેપની વિગતો તેમજ જેન્તી ભાનુશાલી અને મનીષા વચ્ચે પૈસાની લેતી દેતી માટે જ બબાલ થઈ હોવાનું સેક્સ સીડી પ્રકરણમાં પણ મનીષાની સંડોવણી હોવાનું, મનીષા-જેન્તી-છબીલ ત્રણેય વચ્ચે પતાવટની વાતો સહિતની વિગતો બહાર આવી ચૂકી છે કચ્છના રાજકારણમાં જાહેરમા આવેલી જાતીય શોષણ, હનીટ્રેપ, બ્લેકમેઇલિંગ તેમજ સેક્સ સીડી અને બે પૂર્વ ધારાસભ્યો વચ્ચેની રાજકીય, કાયદાકીય લડાઈએ ભાજપની પ્રતિષ્ઠા સામે પણ અનેક સવાલો ખડા કર્યા હોઈ આ પ્રકરણ રાજકીય રીતે પણ સતત ચર્ચામાં રહ્યું છે ત્યારે હવે મનીષા ગોસ્વામી પોલીસ સમક્ષ લશું ખુલાસાઓ કરે છે, એ જોવું રહ્યું.