કચ્છમાં હજુ ઉનાળમા પશુઓ માટે ઘાસની કઇ રીતે વ્યવસ્થા કરવી તેનો એકશન પ્લાન તંત્ર તૈયાર કરી રહ્યુ છે પરંતુ અત્યારે જે છે તેની જાળવણી પણ થતી નથી તેવી ઘટના સામે આવી છે આજે લખપતના માતાનામઢ સ્થિત વનવિભાગના ગોડાઉનમા આગ લાગી હતી જેમા કિંમતી કહી શકાય તેવો જથ્થો પશુના મુખમાં જવાને બદલે સ્વાહા થઇ ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં હજારો ઘાસની ગાંસડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી બનાવને પગલે વનવિભાગ અને પ્રાઇવેટ ટેન્કરો એ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતા જે 8 વાગ્યા સુધી પણ ચાલુ છે વનવિભાગે દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુઓ માટે આ ઘાસનો જથ્થો સંગ્રહ કર્યો હતો પરંતુ તે પશુઓ સુધી પહોંચે તે પહેલા બળીને રાખ થઇ ગયો હતો
ગંભીર ઘટના પછી પણ અધિકારીઓ સંપર્ક વિહોણા
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ ગોડાઉનમાં રીપેરીંગ દરમીયાન વેલડીંગની કામગીરી સમયે આગ લાગી હોવાનુ પ્રાથમીક અનુમાન છે અને અંદાજીત 1000 જેટલી ઘાસની ગાંસડીઓ બળી જવાનો અંદાજ છે જો કે આટલી ગંભીર ધટના છંતા સ્થાનીક વનવિભાગના અધિકારીઓ સંપર્ક વિહોણા છે જેથી ચોક્કસ ઘટનાની માહિતી સામે આવી શકી નથી
મગફળીની તપાસ હજુ ચાલુ છે ઘાસમા શુ થશે?
ગાંધીધામમા એક મગફળીના સરકારી ગોડાઉનમાં આગ લાગતા 12 કરોડની મગફળી બળી હોવા છંતા તેનો એફ.એસ.એલ રીપોર્ટ સહિતનો સંપુર્ણ તપાસ અહેવાલ હજુ તૈયાર થયો નથી ત્યારે શુ તંત્ર ઘાસમા લાગેલી આગનું ચોક્કસ કારણ શોધી બેદરકારી દાખવનાર સામે પગલા લેશે તે જોવું રહ્યુ કેમકે પ્રશ્ન અહી ઘાસની અછત વચ્ચે અબોલ પશુના જીવનનો છે.