Home Current પશ્ચિમ કચ્છમાં દુર્લભ પ્રજાતિના રક્ષિત પ્રાણી ઘોરખોદીયાને પકડીને પરેશાન કરાતો હોવાનો...

પશ્ચિમ કચ્છમાં દુર્લભ પ્રજાતિના રક્ષિત પ્રાણી ઘોરખોદીયાને પકડીને પરેશાન કરાતો હોવાનો વિડિઓ વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

3046
SHARE
પશ્ચિમ કચ્છ ના અંતરિયાળ વિસ્તાર માં”ગુરનાર” (Honey Badge) નામ ના દુર્લભ પ્રજાતિ ના પ્રાણી ને અમુક સ્થાનિક દ્વારા હેરાન કરાતો હોવા નો વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યુંછે પશ્ચિમ કચ્છનાં બીટીયારી વિસ્તારમાં જોવા મળેલા ઘોરખોદિયાનો ગામનાજ કેટલાક લોકોએ દોરીથી બાંધીને પરેશાન કરતો વિડિઓ મોબાઈલમાં ઉતાર્યો હતો વોટ્સએપ પર ફરતા થયેલા વીડિયોમાં સાફ દેખાય છે કે વનતંત્ર દ્વારા રક્ષિત પ્રાણીની વ્યાખ્યામાં મુકાયેલા ઘોરખોદિયાની પજવણી કરાયા બાદ તાર કે દોરડાથી બાંધીને પરેશાન કરાઈ રહ્યો છે

વિલુપ્ત થઈ રહેલા આ રાની પશુની સંખ્યા કચ્છમાં છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રાણી નાના બાળકોને ઉઠાવી જાય છે એવી ચર્ચા થતી રહે છે ત્યારે અહીં દેખાતું આ પ્રાણી ગામમાં આવી ગયું કે ગ્રામજનો શિકારના ઇરાદે લઇ આવ્યા? આવા અનેક સવાલો વચ્ચે  તંત્ર હરકતમાં આવી ગયું છે વોટ્સએપ પર ફરતા વીડિયોને પગલે પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષકે પ્રાથમિક તબબકે વિડીઓમાં જોવા મળેલા લોકેશન, પહેરવેશ, ટ્રેકટર તથા ગ્રામજનોના કેટલાક ચહેરા ને ધ્યાને લઈ વનતંત્રની ટીમને તપાસના આદેશ કર્યા છે અને આ શિકાર તથા પજવણીની  તપાસ બાદ કડકમાં કડક પગલાં ભરીને આરોપી સહિત મોટર સાઈકલ અને ટ્રેકટર પણ કબ્જે લેવા આદેશ કર્યો છે. નેશનલ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ 1972 અંતર્ગત વર્ગ-1 માં આવતી દુર્લભ પ્રજાતિ “ગુરનાર” પ્રાણી પર અત્યાચારના આરોપીને કડકમાં કડક સજાની જોગવાઈ છે. રક્ષિત પ્રજાતિ ને હેરાન કરવા બદલ 25 હજાર નો દંડ અને સાત વર્ષ ની જેલ ની જોગવાઈ છે તથા બિન જમીન પાત્ર ગુનો છે અગાઉ પણ ખડીરના બાંભણકા વિસ્તારમાં ઘોરખોદિયાની હત્યા થયેલી, જેના આરોપીઓને ત્યાંના આર.એફ.ઓ.પકડીને કડક કાર્યવાહી કરી હતી

————————————NEWS UPDATE—————————–

બીટીયારીના કબ્રસ્તાન માં આવી ચડેલા ઘોરખોદિયાને ગ્રામજનોએ પકડ્યો
હોવાની કબૂલાત ગામના અગ્રણીઓએ વન તંત્ર સમક્ષ કરી

ચાર દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વિડિઓ વાયરલ થયા બાદ હરકતમાં આવેલા વનતંત્રની
તપાસમાં બીટીયારી ગામના અગ્રણીએ આ ઘટનાની પુષ્ટિ કરતા તંત્રને સહકાર આપવાની તૈયારી
દર્શાવતા જણાવ્યું હતું કે આ પ્રાણી ગામના કબ્રસ્તાનમાં આવી ચડ્યું હતું અને કબરો ને ખોદી મૃતદેહ ખેંચી રહ્યો હતો ત્યારે ગામના યુવાનોએ તેને બાંધી દીધો હતો જોકે આ સમગ્ર પ્રકરણમાં વનતંત્રના તપાસનીશ અધિકારીએ આ ઘટના માં સામેલ યુવાનોની તપાસ કરશે તંત્રએ તપાસના હિતને ધ્યાને લઇ નામો આપ્યા નથી પરંતુ અહીં સવાલ એ છે કે માત્ર ઘોરખોદિયાને પકડ્યો એનોજ વિડિઓ કેમ ઉતારાયો? કબ્રસ્તાન માં આ પ્રાણીએ આંતક મચાવ્યો એનો વિડિઓ ઉતર્યો છે કે નહીં જોકે ગામના અગ્રણીઓએ આપેલા સહકાર બાદ વન તંત્ર કઈ દિશામાં કાર્યવાહી કરે છે
એ જોવું રહ્યું