Home Current વિશ્વ રંગભૂમિ દિવસે ભુજ નો ટાઉનહોલ રહ્યો સૂનો !! કારણો જાણી ને...

વિશ્વ રંગભૂમિ દિવસે ભુજ નો ટાઉનહોલ રહ્યો સૂનો !! કારણો જાણી ને આપને પણ થશે સવાલ !

822
SHARE
(ન્યૂઝ4કચ્છ) ૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસે ભુજ નો ટાઉનહોલ સૂનો રહ્યો હતો. સામાન્ય રીતે નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થી ટાઉનહોલ નો તખ્તો ગાજતો હોય છે. પણ લોકો ના લાખો રૂપિયા વેરા માંથી નવનિર્મિત થયેલ ભુજ નો ટાઉનહોલ ફરી એક વાર નાટ્યસંસ્થાઓ માટે ધોળા હાથી જેવો સાબિત થયો હતો,જેનો અફસોસ રંગભૂમિ ના જાણીતા કલાકારો એ ન્યૂઝ4કચ્છ સમક્ષ વ્યક્ત કર્યો હતો ભુજ ના લોકો વતી સવાલ કરતા સાનિધ્ય સંસ્થાના પંકજ ઝાલા, સંસ્કાર ભારતી ના આશુતોષ મહેતા અને નાટ્ય લેખક ગૌતમ જોશી આક્રોશ સાથે પૂછે છે કે ભુજ નગરપાલિકા એ ખુલાસો કરે કે ટાઉનહોલ હોવા છતાંય વિશ્વ રંગભૂમિ ના દિવસે અમારે લાલન કોલેજ માં ઓપનએર એમ્ફી થિયેટર માં શા માટે નાટ્ય શો કરવો પડે ?

કલાકારો માટે આઘાતજનક

 સંસ્કારભારતી ભુજ ના પ્રમુખ આશુતોષ મહેતા ન્યૂઝ4કચ્છ ને કહે છે કે સુરત અને અન્ય મોટા શહેરો ની નગરપાલિકાઓ દ્વારા સ્થાનિક કલાકારો ના પ્રોત્સાહન માટે ખાસ વિશ્વ રંગભૂમિ દિવસે પોતાની સાંસ્કૃતિક સમિતિ દ્વારા આવા આયોજન કરે છે. જ્યારે ભુજ નગરપાલિકા ૨૧ હજાર રૂપિયા ભાડું માંગે એ કલાકારો માટે આઘાતજનક છે.

ટાઉનહોલ ફળ્યો નહીં !!

    જ્યારે ટાઉનહોલ બનતો હતો ત્યારે અમે રંગમંચ ની પૂજા કરી હતી ભુજ નગરપાલિકા ને ઘણા સૂચનો કર્યા હતા પણ થયું શું ? કંઈ નહીં !! સાનિધ્ય સંસ્થા ના પ્રમુખ પંકજ ઝાલા નિરાશાજનક સૂરે કહે છે કે વિશ્વ રંગભૂમિ ના દિવસે ટાઉનહોલ નો તખ્તો સુનો હોય એ જોઈને તમામ કલાકારો ના હૈયા બળી જાય છે.

પ્રજાકીય પ્રતિનિધિઓ ક્યારે સમજશે ?

આ બાબતે નાટ્ય લેખક અને સાહિત્યકાર ગૌતમ જોશી સાથે વાત કરતા કહે છે કે કોઈ પણ જાતની અપેક્ષા વગર રંગભૂમિ ને સમર્પિત કલાકારો ને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રોફેશનલ નાટ્ય શો પાસે થી જે કંઈ ખર્ચ વસૂલવા માં આવે તેનો કોઈને વાંધો ન હોય.પરંતુ વિશ્વ રંગભૂમિ જેવા દિવસે તો ભુજ નગરપાલિકા જેવી સંસ્થા એ નગરજનો ની સાથે મળી ને સામેથી નાટ્ય શો યોજી નવા ઉગતા કલાકારો ને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણા પ્રજાકીય પ્રતિનિધિઓ આ વાત ક્યારે સમજશે ?

રાહતદરે પણ ભાડું તો રૂપિયા ૨૧૦૦૦ 

જો કે,આ સમગ્ર મામલે પાલિકા જાણે ટાઉનહોલના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ જ ભુલી ટાઉનહોલના વ્યવસાયીકરણનો ઉદ્દેશ બનાવી નાંખ્યો હોય નગરપતિ અશોક હાથી ન્યૂઝ4કચ્છ ને કહ્યુ હતુ કે રાહતદરે પણ ટાઉનહોલ નું ભાડું ૨૧૦૦૦ રૂ છે. બાકી ભુજ નગરપાલિકા કે સાંસ્કૃતિક સમિતિ દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાતી નથી

 

ચોક્કસ ટાઉનહોલના સારા નિભાવ માટે પાલિકા પૈસા લે તે જરુરી છે પરંતુ વિશ્ર્વ રંગભુમી દિવસના દિવસે પાલિકાની નીતી રંગભુમીના અંદરના કલાકારને મારે તેવી છે જો કે અનેક કીરદારો ભજવી ચુકેલા આયોજકો પણ પાલિકાના કલાકારોને ઓળખી ગયા હોય તેમ ટાઉનહોલ મેળવવાના પ્રયત્ન કરવાને બદલે લાલન કોલેજને પસંદ કરી