Home Crime માનકુવાની પટેલ આઇસકેન્ડીના માલિકને લૂંટના ઇરાદે છરી મારનાર આરોપી ઝડપાયો

માનકુવાની પટેલ આઇસકેન્ડીના માલિકને લૂંટના ઇરાદે છરી મારનાર આરોપી ઝડપાયો

2201
SHARE
એલસીબી પોલીસે ગત તા/૦૭/૧૧/૨૦૧૯ ના આરોપી રજબઅલી બરબતઅલી પઠાણ તથા સોયબ સલીમ ધાંચીની ચોરીની મોટર સાયકલ સાથે ધરપકડ કરી હતી તે સમયે આ ચોરીમાં સામેલ નદીમ મણીયાર નાસતો ફરતો હોઈ જે ડાંડા બજાર મેમણ પાન હાઉસ પાસે હાજર હોવાની હકીકત આધારે ઝડપી લેવાયો હતો. આરોપી નદીમની એલ.સી.બી. કચેરીએ લઇ આવી પુછ-પરછ કરતા મોટર સાયકલની ચોરીની તેણે કરેલી કબુલાતના આધારે મજકુરની સી.આર.પી.સી. કલમ – ૪૧(૧)(આઇ) મુજબ ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન તેની વધુ પુછ-પરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, આજથી ૬ માસ અગાઉ માનકુવા પોલીસ સ્ટેશનના ભારાસર ગામે ન્યુ પટેલ આઇસ કેન્ડીના માલીક રાત્રીના પોતાની દુકાનેથી રૂપીયાનો થેલો લઇ પોતાના ઘરે જતા હતા ત્યારે તેની સાથે તેના બે અન્ય સાગરીતો (૧)રઝબઅલી બરકતઅલી પઠાણ, ઉ.વ.૨૧, રહે.ભીડનાકા બહાર, સીતારા ચોક, ભુજ તથા (ર) સોયબ સલીમ ધાંચી, ઉ.વ.૨૧, રહે.ભીડનાકા બહાર, જમાતખાનાની પાસે, ભુજની સાથે ત્રીજો આરોપી પોતે (૩) નદીમ ઉર્ફે ગોલીયો અબ્દુલકાદર મણીયાર, (ઉ.વ.૨૧, રહે.ખત્રી ચોક, આશાપુરા રીંગ રોડની બાજુમાં, ભુજ) સામેલ હતો. આ લૂંટ સમયે ઝપાઝપી દરમ્યાન ન્યુ પટેલ આઇસ કેન્ડીના માલીકે થેલો નહી આપી રાડા રાડી કરતા રઝબઅલી તથા શોયબ ધાંચીએ પોતાના હાથમાંની છરી વળે હાથ, પગ તથા પેટના ભાગે ઇજા કરી હતી. જે બાબતે માનકુવા પો.સ્ટે.માં ત્રણ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફ.ગુ.ર.નં.૧૯/૨૧૦૯, આઇ.પી.સી. કલમ – ૩૯૪, ૧૧૪ તથા ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરાયો હતો. જે ગુનો લાંબા સમયથી વણઉકેલ હોઈ જેને ઉકેલીને આ ગુનામાં ત્રણ આરોપીઓ પૈકી અત્યારે નદીમ ઉર્ફે ગોલીયો અબ્દુલકાદર મણીયાર, (ઉ.વ.૨૧, રહે.ખત્રી ચોક, આશાપુરા રીંગ રોડની બાજુમાં, ભુજ)ની ધરપકડ કરાઈ છે. અને તેને માનકુવા પોલીસને સોપાયો છે. હવે અન્ય બે આરોપીઓને પકડવાની આગળની કાર્યવાહી માનકુવા પોલીસે હાથ ધરી છે.